SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર પ્રથમ અધ્યાયનો સંક્ષિપ્ત સાર પ્રથમ અધ્યાયનો સંક્ષિપ્ત સાર ૭૫ શ્રી.તત્ત્વાર્થાધિગમ સૂત્રના રચયિતા પૂર્વધર પૂજ્ય ઉમાસ્વાતિજીએ પહેલા જ સૂત્રમાં કહ્યું કે, મોક્ષમાર્ગ પર આવવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર એ ત્રણે સાથે હોવા જરૂરી છે. જેમ કાંકરા અને કાંટા (કંટક) રહિત માર્ગમાં યાત્રિક સુખપૂર્વક પોતાના ઇચ્છિત સ્થાને પહોંચે છે તે રીતે મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાનરૂપી કાંકરા અને કંટક રહિત, સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનથી સજાવેલા માર્ગ પર મુમુક્ષુ જીવ મોક્ષનગર સુધી સુખેથી પહોંચી શકે છે. ગ્રંથકાર ભગવંતે માનવજન્મ પામીને જીવને ક૨વા યોગ્ય કાર્ય શું છે ? તે દર્શાવવા મંગળરૂપે સમ્યગ્દર્શનાદિનું સાધન બતાવ્યું છે. જેમ મંત્રમાં નવકા૨ેમંત્ર પ્રથમ મંગળ છે. તેમ અહીં પ્રથમ મંગળ ‘મોક્ષ' કહ્યો. સંસારના સ્વર્ગના સુખો ક્ષણિક છે. ઇન્દ્રિયજન્ય, પરાધીન અને મૃત્યુથી ઘેરાયેલા છે. મોક્ષનું સુખ અતિન્દ્રિય છે, સ્વાધીન છે, સમયથી અમર્યાદિત છે. તે શુદ્ધ ઉપયોગના સાધન વડે જ અનુભવાય છે. પુણ્યથી સ્વર્ગ સુધી પહોંચાય છે. શુદ્ધ આત્મભાવ વડે વીતરાગભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય. બંનેના સાધનો અત્યંત ભિન્ન છે. સ્વર્ગ અને મોક્ષના સાધનમાં જમીન-આસમાનનું અંતર છે. ગમે તેવું સ્વર્ગનું સુખ પણ આકુળતાવાળું છે. મોક્ષનું સુખ નિરાકૂળ છે. માનવદેહમાં રહેલા જીવને પોતાના જ અસંખ્યાત આત્મપ્રદેશે ઘાતીકર્મનું આવરણ દૂર થતાં કેવળજ્ઞાનની દશામાં અનંત સુખનું વેદન થાય છે. તે જ જીવ નિર્વાણ પ્રાપ્ત થતાં સાદિ અનંતકાળ સુધી સિદ્ધત્વમાં અવ્યાબાધ સુખમાં જ રહે છે. મોક્ષને પામવાનો માર્ગ સરળ છે અને મોક્ષસ્વરૂપ આત્મા પણ અત્યંત સમીપ છે. પરંતુ મોહની પકડ જીવને મોક્ષસ્વરૂપે પ્રતીતિ થવા ન દે. માટે તીર્થંકર પરમાત્માએ આત્માને જે સ્વરૂપે જણાવ્યો છે તેમાં શ્રદ્ધા કરવી.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy