________________
દેશકાલોચિત્ત, દુર્લભ, સુંદર, રમણીય વસ્તુ આપીને અન્યના ચિત્તને પ્રફુલ્લિત કરાય છે, તેને લોકભાષામાં ભેટ કહેવાય છે. તીર્થંક૨ પરમાત્માએ વિનીત શિષ્યને આ જ્ઞાનરૂપી ભેટ આપી છે તેથી ભેટતુલ્ય આ પ્રકરણોને પ્રાકૃત કહેવામાં આવે છે. આ આગમના ભિન્નભિન્ન અધિકા૨ને પ્રાકૃત કહ્યા છે. પ્રાકૃતના અંતર્ગત અધિકા૨ને પ્રાભૂત પ્રાભૃત અથવા પ્રતિપ્રાભૂત કહ્યા છે અને પ્રાભૂત કે પ્રતિપ્રાભૂતમાં અન્ય મતાવલંબીઓની માન્યતાઓની રજૂઆતને પ્રતિપત્તિ કહેલ છે. એ સંખ્યા કોઠામાં બતાવ્યા મુજબ છે. (કોઠો નીચે આપેલ છે.)
૧ થી ૨૦ પ્રાભૂતના વિષયનું સંક્ષિપ્ત નિર્દેશ
(૧) પ્રથમ પ્રાભૂતમાં-દિવસ-રાતના ૩૦ મુહૂર્ત, નક્ષત્રમાસ, સૂર્યમાસ, ચંદ્રમાસ અને ૠતુ માસના મુહૂર્તોની વૃદ્ધિ પ્રથમથી અંતિમ અને અંતિમથી પ્રથમ મંડલ સુધીની સૂર્યની ગતિના કાળનું પ્રતિપાદન, દક્ષિણાયન-ઉત્તરાયણમાં અહોરાત્રિના જઘન્ય-ઉત્કૃષ્ટ મુહૂર્ત તેમજ અહોરાત્રિના મુહૂર્તોની હાનિવૃદ્ધિને કારણે ભરત અને ઈ૨વતક્ષેત્રના સૂર્યનો ઉદ્યોત ક્ષેત્ર, સૂર્ય દ્વારા દ્વીપ સમુદ્રોના અવગાહન આદિનું વર્ણન છે.
(૧) દ્વિતીય પ્રાભૂત-સૂર્યના ઉદય-અસ્તનું વર્ણન કરીને અન્ય તિર્થીઓના મતનો ઉલ્લેખ છે. જેમાં-(૧) સૂર્યનું પૂર્વ દિશામાં ઊગીને આકાશમાં જતું રહેવું. (૨) સૂર્યને ગોળાકાર કિરણોનો સમૂહ બનાવીને સંધ્યામાં નષ્ટ થવું. (૩) સૂર્યને દેવતા બનાવીને એનું સ્વભાવથી ઉદય-અસ્ત થવું. (૪) સૂર્યનું દેવ હોવાથી એની સનાતન સ્થિતિ રહેવી (૫) પ્રાતઃ પૂર્વ દિશામાં ઉદિત થઈને સાંજે પશ્ચિમમાં પહોંચવું તથા ત્યાંથી અધોલોકને પ્રકાશિત કરતાં કરતાં નીચેની તરફ આવી જવું મુખ્ય છે.
અંતમાં સૂર્યનું એક મંડલથી બીજા મંડલમાં ગમન અને તે એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે? એનો વિચાર વ્યક્ત કરતા થકા સ્વમતનું પણ પ્રતિપાદન થયું છે. અન્ય ધર્માવલમ્બી પૃથ્વીનો આકાર ગોળ માને છે પરંતુ જૈન ધર્મની માન્યતા એનાથી
ભિન્ન છે એનો પણ એમાં સંકેત છે.
(૩) તૃતીય પ્રાભૂત-ચંદ્ર-સૂર્ય દ્વારા પ્રકાશિત થવાવાળા દ્વીપસમુદ્રોનું વર્ણન છે એમાં બાર મતાંતરોનો પણ નિર્દેશ થયો છે.
(૪) ચતુર્થ પ્રાભૃત-ચંદ્ર અને સૂર્યના-(૧) વિમાન સંસ્થાન તથા (૨) પ્રકાશિત ક્ષેત્રનું સંસ્થાન અને એના સંબંધમાં ૧૬ મતાંતરોનો
ઉલ્લેખ છે. અહીં સ્વમતથી પ્રત્યેક મંડલમાં ઉદ્યોત તથા તાપક્ષેત્રના
સંસ્થાન બતાવીને અંધકારના ક્ષેત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂર્યના ઊર્ધ્વ -અધઃ-તિચ્છા તાપક્ષેત્રના પરિમાણ પણ વર્ણવ્યા છે.
(૫) પાંચમું પ્રાભૂત-સૂર્યની લેશ્યાઓનું વર્ણન છે. (૬) છઠ્ઠું પ્રાભૂત-સૂર્યનું ઓજ અર્થાત્ સૂર્ય એક રૂપમાં સદા અવસ્થિત રહે છે અથવા પ્રતિક્ષણ પરિવર્તિત થતો રહે છે? એની ૨૫ પ્રત્તિપત્તિઓ છે. જૈન દૃષ્ટિથી વ્યક્ત કર્યું છે કે જંબૂદ્વીપમાં પ્રતિવર્ષ કેવળ ૩૦ મુહૂર્ત સુધી સૂર્ય અવસ્થિત રહે છે તથા શેષ સમયમાં અનવસ્થિત રહે છે. કારણકે પ્રત્યેક મંડલ પર એક સૂર્ય ૩૦ મુહૂર્ત રહે છે. એમાં જે જે મંડલ પર તે રહે છે, એ દૃષ્ટિથી તે અવસ્થિત છે અને બીજા મંડલની દૃષ્ટિથી અનવસ્થિત છે એ સ્પષ્ટ કર્યું છે.
(૭) સાતમું પ્રાભૂત-સૂર્ય પોતાના પ્રકાશથી મેરૂ પર્વતાદિ અને
૪૭
અન્ય પ્રદેશોને પ્રકાશિત કરે છે એનું વર્ણન છે.
(૮) આઠમું પ્રાભૃત-બે સૂર્યની સત્તા સ્થાપિત કરીને કયો સૂર્ય કયા ક્ષેત્રમાં પ્રકાશ રેલાવે છે તેનું વર્ણન છે. દિવસ-રાતની વ્યવસ્થા અને ભિન્ન-ભિન્ન ક્ષેત્રોની અપેક્ષાથી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળનું વર્ણન છે.
(૯) નવમું પ્રામૃત-પૌરુષી છાયાનું પ્રમાણ, સૂર્યના ઉદયઅસ્તના સમયે ૫૯ પુરુષ પ્રમાણ પડછાયો હોય છે એ સંબંધમાં અનેક મતમતાંતરોનો ઉલ્લેખ છે તેમ જ સ્વમતનું મંડન છે.
(૧૦) દસમું પ્રામૃત-નક્ષત્રોમાં આવલિકા ક્રમ મુહૂર્તની સંખ્યા, ચંદ્ર સાથે યોગ ક૨વાવાળા નક્ષત્ર, યુગારંભમાં યોગ કરવાવાળા નક્ષત્ર, નક્ષત્રોના કુલ, ઉપકુલ તથા ફુલોપફુલ, ૧૨ પૂર્ણિમા અને અમાસમાં નક્ષત્રોનો યોગ, સમાન નક્ષત્રોના યોગવાળી પૂર્ણિમા અને અમાસ. નક્ષત્રોના સંસ્થાન એના તારા, વર્ષાદિ છ ઋતુઓમાં નક્ષત્રોનો યોગ તથા પૌરુષી પ્રમાણ, ચંદ્ર સાથે યોગ કરવાવાળા નક્ષત્ર, નક્ષત્રરહિત ચંદ્રમંડલ, સૂર્યરહિત ચંદ્રમંડલ, નક્ષત્રોના દેવતા, ૩૦ મૂહૂર્તોના નામ, ૧૫ દિવસ-રાત્રિ અને તિથિઓના નામ, નક્ષત્રોના ગોત્ર, નક્ષત્રોમાં ભોજન વિધાન, એક યુગમાં ચંદ્ર સૂર્યની સાથે નક્ષત્રોનો યોગ, એક સંવત્સરના મહિના અને તેના લૌકિક અને લોકોત્તર નામ, પાંચ પ્રકારના સંવત્સર, એના ૫-૫ ભેદ અને અંતિમ શનૈશ્વર સંવત્સ૨ના ૨૮ ભેદ, બે ચંદ્ર, નક્ષત્રોના દ્વાર, બે સૂર્ય અને એની સાથે યોગકરવાવાળા નક્ષત્રોના મુહૂર્ત પરિમાણ, નક્ષત્રોની સીમા તથા વિખંભાદિનું વિસ્તારથી ૨૨ પ્રતિપ્રાકૃતમાં થયું છે.
(૧૧) અગિયારમું પ્રાભૂત-સંવત્સરોના આદિ, અંત અને નક્ષત્રોના યોગનું વર્ણન.
(૧૨) બારમું પ્રામૃત-નક્ષત્ર, ઋતુ, ચંદ્ર, આદિત્ય અને અભિવર્ધન એ પાંચ સંવત્સરોનું વર્ણન, છ ઋતુઓનું પ્રમાણ, ૬૬ ક્ષયાધિક તિથિઓ, એક યુગમાં સૂર્ય અને ચંદ્રની આવૃત્તિઓ અને એ સમયે નક્ષત્રોનો યોગ અને યોગકાલ આદિનું વર્ણન છે.
(૧૩) તેરમું પ્રાભૂત-કૃષ્ણ અને શુક્લ પક્ષમાં ચંદ્રની હાનિવૃદ્ધિ, ૬૨ પૂર્ણિમા-અમાસમાં ચંદ્ર-સૂર્યની સાથે રાહુનો યોગ, પ્રત્યેક અયનમાં ચંદ્રની મંડલગતિ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૧૪) ચૌદમું પ્રાભૂત-કૃષ્ણ અને શુક્લ પક્ષની ચાંદની અને અંધકારનું વર્ણન છે.
(૧૫) પંદરમું પ્રાભૂત-ચંદ્રાદિ જ્યોતિષી દેવોની એક મુહૂર્તની ગતિ, નક્ષત્રમાસમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહાદિની મંડલગતિ અને ૠતુમાસ તથા આ િદત્ય માસની મંડલગતિનું પણ નિરૂપણ થયું છે .
(૧૬) સોળમું પ્રાભૃત ચંદ્રિકા, આતપ અને પર્યાયોનું વર્ણન. (૧૭) સત્તરમું પ્રામૃત સૂર્યના ચ્યવન-ઉપપાતના બારામાં પચ્ચીસ મતમતાંતરોનો ઉલ્લેખ કરીને સ્વમતનું સંસ્થાપન કર્યું છે.
(૧૮) અઢારમું પ્રાભૂત-સમભૂમિથી સૂર્ય-ચંદ્રાદિની ઊંચાઈનું પરિમાણ બતાવતા અન્ય પચ્ચીસ મતમતાંતરોનો ઉલ્લેખ કરીને સ્વમતનું પ્રતિપાદન કર્યું છે. ચંદ્ર-સૂર્યના આયામ-વિખંભ, બાહુલ્ય, એમને વહન કરવાવાળા દેવોની સંખ્યા અને એના દિશાક્રમથી રૂપ, શીઘ્ર-મંદગતિ, અલ્પબહુત્વ, ચંદ્ર-સૂર્યની અગ્રમહિષીઓનો પરિવા૨, વિકુર્વણા, શક્તિ તેમજ દેવ-દેવીઓની જ. ઉ. સ્થિતિ આદિનું વર્ણન છે.
શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર