________________
વિષયો સહુ પાસે પહોંચે અને આજના કાળમાં આ વિચારના મૂળ સુધી મનુષ્ય પહોંચે અને એની માનવતા સમૃદ્ધ બને. શ્રી બકુલભાઈના આર્થિક સૌજન્યથી પ્રબુદ્ધ સંપદામાં ત્રણ અંકો સમાવિષ્ટ કર્યા છે. ભવિષ્યમાં આ જ રીતે વધુ અંકોને ભેગા કરી ગ્રંથો કરવાનું નિર્ધારિત કર્યું છે.
આ ત્રણ વિશેષાંકોના સંપાદકનું ઋણ સહુ પ્રથમ સ્વીકારીએ છીએ કે એમણે અંકને વિચારોથી સમૃદ્ધ કર્યા,પરિણામે આજે આ પુસ્તક શક્ય બન્યું. એ અંકમાં જેમણે લેખો લખ્યા તે લેખકોનો પણ અમે આભાર માનીએ છીએ. ગુણવંતભાઈ બરવાળિયા, ડૉ. પાર્વતીબેન ખીરાણી, ડૉ. રતનબેન છાડવા અને સેજલ શાહે આ અંકોનું સંપાદન કાર્ય કર્યું હતું.
લગભગ ૯૦ વર્ષથી પ્રકાશિત થતાં ‘પ્રબુદ્ધ જીવન‘ના તાત્કાલીક પુરોગામી માનવંતા સંપાદક તંત્રી સ્વ. ડૉ. ધનવંતભાઈ શાહના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ પ્રકાશિત થયેલ વિવિધ વિશેષાંકો પાયાની ઊંડી સમજણ આપતાં જ્ઞાનવર્ધક પુરવાર થયાં છે. તમામ વાચક વર્ગ અને અમે આદરણીય સ્વ. ડૉ. ધનવંતભાઈ શાહના ઋણી છીએ. આ ગ્રંથના વિચારને વધાવી લેનાર અને એની પ્રસ્તાવના લખી અમને ઉપકૃત કરનાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનો અમે વિશેષ આભાર માનીએ છીએ. આજે અમારા દરેક કાર્યને પોતાના પીઠબળ દ્વારા મજબૂત ક૨ના૨ કુમારપાળભાઈ અમારી સાથે છે, તેનાથી વધુ ગૌ૨વની બાબત શું હોઈ શકે ?
‘પ્રબુદ્ધ સંપદા’ પુસ્તકરૂપે પ્રકાશિત કરવાના વિચારને માનનીય ગુણવંતભાઈ બરવાળિયાનું માર્ગદર્શન મળેલ તે બદલ આભાર. તેમને વિશેષ રસ દાખવી જરૂરી સૂચનો કર્યા છે.
જ્યારે અંક બન્યો ત્યારે તેનું પ્રૂફ રીડીંગ કરનાર પુષ્પાબેન પ્રત્યે પણ અહીં આભાર વ્યક્ત કરીએ
છીએ.
આ પુસ્તક માટે ISBN નંબર ફાળવી આપનાર મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજના આચાર્ય ડૉ. હર્ષદા રાઠોડનો પણ અમે આભાર માનીએ છીએ.
અનુક્રમણિકામાં બધા જ લેખોને એક સાથે મૂક્યાં છે, જેથી વાંચન વખતે સરળતા રહેશે.
‘પ્રબુદ્ધ સંપદા’ સાધુ-સાધ્વીઓ, સંશોધકોને રેફરન્સ લાયબ્રેરી ઉપરાંત શ્રાવકોને સ્વાધ્યાય દ્વારા ઉત્તરોત્તર જ્ઞાન સંપન્ન થવા ઉપયોગી થાય એ જ મંગલ ભાવના.
બહુલ ગાંધી
૯૮૧૯૩ ૭૨૯૦૮
અને
II
ડૉ. સેજલ શાહ
૯૮૨૧૫ ૩૩૭૦૨