________________
નિવેદન
हर्तुर्याति न गोचरं किमपि शं पुष्णाति यत्सर्वदा ह्यर्थिम्यः प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् । कल्पान्तेष्वपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धन યેવાં તાપ્રતિ માનમુદ્ભૂત નૃપા સ્તે: સદ સ્પર્ધતે II (16)
ભર્તુહરિના એક શ્લોકથી વાતનો આરંભ કરું છું. જ્ઞાન એ અખૂટ ખજાનો છે. જે ક્યારેય ખલાસ થતો નથી. એ આત્માને આનંદ આપે છે. જ્ઞાનને વહેંચવાથી આનંદ મળે છે. શત્રુની સામે જ્ઞાન બચાવે છે અને કોઈ શત્રુ આ ખજાનો લૂંટી શકતો નથી. આ ખજાનો મનુષ્યને સમૃદ્ધ કરે છે, જેમાં ભૌતિકતા નહિ પરંતુ આતંરિક સુખ સમૃધ્ધિ અત્યંત મહત્ત્વની હોય છે. જ્ઞાની વ્યક્તિની સામે, પોતાનો અંહકા૨ ત્યાગીને, તેઓની પાસે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
‘પ્રબુદ્ધ સંપદા’ વાચકોના ઉમળકા અને જ્ઞાનતરસનો પ્રતિસાદ છે. આજના તંત્રવિજ્ઞાનના સમયમાં સરળ અને સહજ રીતે, મૂળભૂત વિચારોનો પરિચય કરાવવાનો અથાગ પ્રયત્ન ‘પ્રબુદ્ધ જીવન’ના વિવિધ વિશેષાંકો દ્વારા થતો રહ્યો છે. વિશેષાંકો ‘પ્રબુદ્ધ જીવન’ની આગવી ઓળખ છે. એ બહોળા પ્રતિસાદમાંથી ‘આગમસૂત્ર પરિચય‘, ‘કર્મવાદઃ જૈન દર્શન અને અન્ય દર્શન’, ‘અનેકાંતવાદ, સ્યાદવાદ અને નયવાદ’ વિષયોના વિશેષાંકોનું સંયોજન કરી પુસ્તકકારે ઉપલબ્ધ કરાવવાનો વિચાર સ્ફૂર્યો અને એ વિચારનું પરિણામ ‘પ્રબુદ્ધ સંપદા’ ગ્રંથ.
અનેકાંતની વિચારણા આજના સમયમાં અત્યંત આવશ્યક છે. જો ધર્મના તાત્વિક વિચારો જીવનના આચારનો ભાગ બને તો એ મનુષ્ય સમાજ માટે નહિ પરંતુ સમગ્ર દેશ અને વિશ્વ માટે ઉપયોગી બનતો હોય છે. આજે આવા વિચારોના પોષણની આવશ્યકતા છે. જે માનવ સમાજને ટકાવી રાખવા માટે યાંત્રિક પણ ભાવનાત્મક અને તાર્કિક સમતોલન સાથે ગુણયુક્ત અને હર્યુભર્યુ બનાવશે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આ પત્રિકા મૂળભૂત રૂપે જ્ઞાન, સંસ્કૃતિ અને સંસ્કારના ઘડત૨ માટે હંમેશા કાર્યરત રહી છે. આ સામયિકના કેટલાક વિશેષાંક જે તે વિષયને સર્વગ્રાહી રીતે ઉજાગર કરી આપે છે. આ અંકોને તૈયા૨ ક૨વા પાછળ શ્રી ધનવંતભાઈની દીર્ઘદૃષ્ટિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ આવાં મહત્ત્વના વિષય પરના અભ્યાસ ગ્રંથો સાધકો, સાધુ-સાધ્વી, સંશોધકો, વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય અભ્યાસ માટે અતિ ઉપયોગી નીવડ્યા છે. આ ઉપયોગીતા જોઈને આ ગ્રંથોને પુસ્તકરૂપે ક૨વાનો વિચાર આવ્યો. જેથી એ સહુની લાયબ્રેરી માટે ઉપયોગી બને. પરંતુ આવા મોટા પ્રોજેકટને આર્થિક બાબત નડે, પણ સામે જ જ્ઞાનપ્રેમીઓ પણ આને આગળ લઈ જવા તૈયાર હોય છે.
આજ સુધી આ આર્થિક ઉદારતાને કારણે જ પ્રબુદ્ધ જીવન પોતાની શાન યાત્રા ચાલુ રાખી શક્યું છે. બકુલભાઈ ગાંધીનો પ્રથમથી જ પ્રબુદ્ધ જીવન માટે અહોભાવ રહ્યો છે. તેમને ખૂબ પરિશ્રમ લઈને આ સામયિકના ડિજિટલ રૂપને સાકાર કર્યું છે અને એક વિશેષ સૂચિ બનાવી છે જેથી આમાં પ્રકાશિત લેખો અને સર્જકો વિષેની માહિતી સહેલાઈથી મળી રહે એવું રૂપ આકારિત થાય જે સહુને ડીજીટલ સ્વરૂપે અનુકૂળ બને. આજે એ શક્ય બન્યું છે, જેમાં બકુલભાઈનો વિશેષ સાથ મળ્યો છે. આજે ૯૦ વર્ષથી પ્રકાશિત આ સામયિકના અંકો પુસ્તકરૂપે કરવા પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે આ મહત્વના
I