________________
અને પાંચ ઈન્દ્રિયોથી પરિપૂર્ણ હતું, તેની શરીર સંપદા ઉત્તમ પ્રકારની હતી. હસ્તરેખા આદિ લક્ષણો, તલ, મસા આદિ ચિહ્નોથી તે સુસંપન્ન હતી. તે માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ અને સમસ્ત આંગોપાંગ સુંદર હોવાથી તે સર્વાંગ સુંદર હતી.'
ભગવાનની ધર્મ દેશના :
*તે પ્રભુ ઓબલી- અવ્યવચ્છિન્ન- અખંડ ખળના ધારક, અતિબલિ- અતિશય બળસંપન્ન, મહાબલી, પ્રશસ્ત નળસંપન્ન, અપરિમિતબળ, વીર્ય, તેજ માહાત્મ્ય તથા ક્રાંતિયુક્ત હતા.'
‘તેઓએ શરદકાલીન નવીન મેધની ગર્જનાની જેમ મધુર અને ગંભીર, ક્રૌચ પક્ષીના મંજુલ સ્વરની જેમ મધુર અને દુદુભિના નાદની જેમ દૂરગામી, વક્ષ:સ્થળમાં વિસ્તારને પ્રાપ્ત થયેલી; કંઠમાં ગોળ ગોળ ઘુમરાતી; મસ્તકમાં વ્યાપ્ત: સ્પષ્ટ ઉચ્ચારવાથી; અસ્ખલિત અટક્યા વિનાની સ્પષ્ટ, વર્ણ, અને પદની વિકલતા રહિત, સમસ્ત અક્ષરોના સંયોગયુક્ત, સ્વરકળાથી પૂર્ણ અને ગેયરાગ યુક્ત; સર્વ ભાષામાં પરિણમન પામતી એક યોજન પરિમાણમાં ફેલાતી સરસ્વતી વાણી એવી અર્ધમાગધી ભાષામાં કોઈપણ પ્રકારના ભેદ-ભાવ વિના આર્ય અને અનાર્ય પુરુષોને અશ્વાન ભાવે, શ્રુત-ચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ આપ્યો.'
અખંડ પરિવાજકનું વર્ણન
‘અખંડ પરિવ્રાજક ભદ્ર સૌમ્ય, પરોપકાર પરાયણ અને પ્રકૃતિથી જ શાંત છે. તે સ્વભાવથી જ અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા, મંદ કાપી છે. તે કોમળ સ્વભાવથી યુક્ત અને અહંકાર રહિત, ગુરુજનોની આજ્ઞાનું પાલન કરનારા તથા વિનયશીલ છે.’ (૨) ઉપપાત વિભાગ :
બીજા ઉપપાત વિભાગમાં ગૌતમ ગાધરે જિજ્ઞાસાથી પૂછેલા પ્રશ્નોનું સમાધાન ભગવાન મહાવીરે કર્યું છે. તેમાં વિવિધ પ્રકારના જીવોની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું છે. જીવો પોકમાં આરાધક થયા કે નહિ તેની સ્પષ્ટતા કરી છે અને સિદ્ધ થવાની પ્રક્રિયા, સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્ર અને સિદ્ધોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે .
તે ઉપરાંત અખંડ પરિવ્રાજક અને તેના ૭૦૦ શિષ્યોના કથાનકથી આ આગમ રોચક બન્યું છે. અખંડ પરિવ્રાજક હોવા છતાં શ્રાવક વ્રતનો સ્વીકાર કર્યો, ભગવાન મહાવીરમાં દુઢ શ્રદ્ધા રાખી, અનશન કર્યું. સમાધિમરણ પ્રાપ્ત કર્યું અને મહાવિદેહમાં જન્મ ધારણ કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરી. આ આખીય વાતમાં જૈનદર્શન જાતિવાદમાં માનતું નથી પણ જે જૈનધર્મમાં શ્રદ્ધા રાખે, તે જૈન પરંપરાના વ્રત નિયમોના આરાધક બની શકે છે તે પ્રતિપાદિત કર્યું છે.
જૈન દર્શનમાં સંપૂર્ણ કર્મક્ષય પછી મુક્તિ અને મુક્ત થયેલા જીવોનું ૠજુગતિથી એક સમય માત્રમાં લોકાર્ચ સિત્ર ગમન, ત્યાં અનંત કાળ પર્યંત સિદ્ઘશીલા, સિદ્ધક્ષેત્ર અને સિદ્ધોનું સુખ વગેરેનું વર્ણન અદ્ભુત છે. સિદ્ધોના નિવાસસ્થાનનું વર્ણન :
‘આ રત્નપ્રભાના (પૃથ્વીના) બહું સમરમીય ભૂમિભાગથી ડુંગર, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારાઓના ભવનથી ઘણા યોજન, ઘણા સેંકડો યોજન, ઘણા હજારો યોજન, ઘણા લાખો યોજન તથા ઘણા કરોડ યોજન તથા ક્રોડાક્રોડ યોજનથી ઊર્ધ્વત૨ તથા બહુ જ ઉપરના ભાગમાં ગયા પછી સૌ ધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્માક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આણંત, પ્રાણત, આરણ, અચ્યુત કલ્પ પ્રબુદ્ધ સંપ્રદા
૩૮
તથા ત્રણસો અઢાર ચૈવેયક વિમાનના આવાસથી પણ ઉપર વિજય, વૈજ્યંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ મહા વિમાનના સર્વોચ્ચ શિખરના અગ્રભાગથી બાર યોજનના આંતરે ઈષત્પ્રાગ્ધારા પૃથ્વી છે.’
આ સૂત્રમાં અનેક સ્થળે અલંકાર અને તાદ્દશ્ય ઉપમા આપીને સાહિત્યિક ભાષામાં વર્ણન કરેલું છે. નગરી આદિના વર્ણનથી તે સમયની સમાજવ્યવસ્થા અને નગરજીવનની પ્રતીતિ થાય છે. ભગવાનના શિષ્ય પરિવારના વર્ણન દ્વારા જૈન શ્રમણોની જીવનચર્યાનો બોધ થાય છે. સમવસરણમાં પરિષદની મધ્યમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આપેલી ધર્મદેશના પ્રભુ મહાવીરના વીતરાગભાવને પ્રગટ કરે છે. પ્રભુએ આપેલી દેશના દ્વારા સંપૂર્ણ જૈનદર્શનનો બોધ થાય છે.
આમ આ આગમ નાનું હોવા છતાં તેમાં મહત્ત્વપૂર્ણ સામગ્રી ભરેલી છે.
આ આગમનો વિષય આધ્યાત્મિક છે. કાવ્ય શાસ્ત્રની દૃષ્ટિએ આ સૂત્ર અનુપમ છે, અજોડ છે. આ સૂત્રમાં સાહિત્યભાવો અને તત્ત્વજ્ઞાનના ભાવોનું સુંદર સંયોજન છે. આગમકારે આ નાનકડા પણ અર્વાકિક સૂત્રમાં વિરાટ વિષયનું નિરૂપા કર્યું છે.
આ સૂત્રની કડીબદ્ધ પંક્તિઓમાં કાવ્યરચનાની પ્રતીતિ થાય છે. સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે લાંબા લાંબા સમાસબદ્ધ કાવ્યમય વાક્યોનો જે પ્રયોગ થયો છે તે જૈનાગમ વખતની સાહિત્યિક ભાષાના વિકાસની સાક્ષી પૂરે છે. (સંસ્કૃત) કાદંબરી જેવા બબ્બે પાનાના સમાસબદ્ધ વાક્યો કરતાં પણ લાંબી કડી બદ્ધ કાવ્યમય વાક્યરચનાઓ આ સૂત્રમાં જોવા મળે છે.
તત્ત્વનો વિચાર કરીએ તો જણાય છે કે ઉવવાઈ સૂત્રમાં અનુપમ ત્યાગ માર્ગનું નિરૂપણ થયું છે. જૈન મુનિઓના ત્યાગમય જીવનનું વર્ણન છે. તે સમયમાં ધર્મની વિકૃતિઓને દૂર કરવા જે ક્રાંતિ સર્જી હતી તેવા ક્રાંતિકારી વીર પ્રભુના શિષ્યોનું ભાવાત્મક ચિત્ર અહીં શબ્દસ્થ થયું છે. ઓપપાતિક વવાઈ સૂત્રની વિશેષતા એ છે કે તેમાં સમગ્ર ત્યાગ માર્ગને મિત્ર મિત્ર દષ્ટિએ તપાસી, જૈન તથા અન્ય સંપ્રદાર્યામાં ત્યાગના જે આચારો છે તેની ગણના કરી તેને ન્યાય આપ્યો છે. કોઈ પણ સંપ્રદાયની નિંદા કરવામાં આવી નથી. ઉવવાઈનો આધ્યાત્મિક વિષય ઘણો જ રસમય છે. બધાં સંપ્રદાયો સાથે સ્યાદ્વાદ શૈલીથી તેમાં સમવાય સ્થાપિત કર્યો છે. ઔપપાતિક-ઉવવાઈ સૂત્રનો રચના કાળ અને ભાષા શૈલી :
બારે ઉપાંગ સૂત્રોમાંથી ‘પ્રજ્ઞાપના સૂત્ર’ને બાદ કરતાં બાકીના બધા ઉપાંગ સૂત્રોની રચના ક્યારે અને ક્યાં થઈ તે સંબંધમાં કોઈ
પણ જાણકારી પ્રાપ્ત થતી નથી.
ઉંચવાઇ સૂત્રના હું બે ૧૬૦૦ શ્લોકો (૧૨૦૦) છે. (જૈન પરં પરાનો ઇતિહાસભાગ-૧, પાનું -૩૫૩), ઉવવાઈ સૂત્રની ભાષા પ્રાયઃ ગદ્યાત્મક છે અને થોડોક ભાગ પદ્યમાં છે. ભાષાની દૃષ્ટિએ આ આગમમાં ઉપમા, સમાસ તથા વિશેષણોની બહુલતા છે.
ડૉ. સાધ્વી આરતી ઉવવાઈ સૂત્ર વિશે લખે છે, 'ઉપાંગ સૂત્રોમાં પ્રથમ સ્થાન ધરાવતું શ્રી ઔપપાતિક સૂત્ર એક સંદર્ભ સૂત્ર સમાન છે. અંગ સૂત્રો અને ઉપાંગ સૂત્રોના વર્ણનાત્મક વિષયોમાં અનેકસ્થાને પપ્પાનિકના સંદર્ભો જોવા મળે છે. ઓપપાતિક સૂત્ર કદમાં નાનું હોવા છતાં મહત્તમ સામગ્રીઓ થી ભરેલું છે. આ આગમના મુખ્ય વિષયો એવા છે કે તેનો ઉલ્લેખ અન્ય ક્યાંય પ્રાપ્ત થતો નથી. જેમ કે તીર્થંકરના દેહનું નખશીખ વર્ણન આદિ..’