________________
*પાંચમું અધ્યયન ‘અપરિગ્રહ'નું છે. અમૂર્છા કે અનાસક્ત ભાવને અપરિગ્રહ કહે છે. દ્રવ્યથી આરંભ-પરિગ્રહના ત્યાગી અને
ભાવથી ચાર કષાયના ત્યાગી શ્રમણ અપરિગ્રહી કહેવાય છે. સૂત્રકારે ૩૩ બોલના માધ્યમથી શ્રમણોને માટે હેય (છોડવા યોગ્ય), શેય (જાણવા યોગ્ય) અને ઉપાદેય (આચરવા યોગ્ય) બોલને બતાવ્યા છે.
સાધુને કોઈપણ ક્ષેત્રમાં કે કોઈ પરિસ્થિતિમાં આહારનો સંચય કરવાનો નિષેધ છે કારણકે સાધુ આવ્યંતર પરિગ્રહરૂપ મમત્વભાવના સર્વથા ત્યાગી હોય છે. મિક્ષાચાર્યની વિધિ અને નિષેધરૂપ નિયમોનું અહીં પ્રતિપાદન કર્યું છે. મારણાંતિક કષ્ટદાયક પરિસ્થતિઓમાં પણ ઔષધ સંગ્રહનો નિષેધ નિષ્પરિગ્રહી સાધુની કોટીની ઉચ્ચત્તમ અવસ્થા છે. સાધુ જીવનની ઉજ્જવળતાનું ભવ્ય ચિત્ર નિશ્ર્ચોની ૩૧ ઉપમા દ્વારા અંકિત થાય છે. અપરિગ્ન મહાાતની પાંચ ભાવનાઓ છે:
(૧) શ્રોતેન્દ્રિય સંયમ, (૨) ચક્ષુરિન્દ્રિય સંયમ, (૩) ઘ્રાણેન્દ્રિય સંઘમ, (૪) અનેન્દ્રિય સંયમ, (૫) સ્પર્શેન્દ્રિય સંયમ,
મુર્છા કે આસક્તિના સ્થાન પાંચ ઇન્દ્રિયોના વિષયો છે. પાંચ ઇન્દ્રિયના મનોજ્ઞ વિષયમાં રાગ કે અમનોજ્ઞ વિષયમાં દ્વેષ કરતા નથી તે જ અપરિગની કહેવાય.
અગિયાર અંગસૂત્રોમાં અગિયારમા સ્થાને શ્રી વિપાક સૂત્ર છે. વિપાક એટલે પુણ્ય અને પાપ કર્મોનું ફળ. કથા રૂપમાં તેનું પ્રતિપાદન કરનાર સૂત્ર તે વિપાક સૂત્ર છે. વિપાક એટલે શુભાશુભ કર્મ પરિણામ પાપથી દુ:ખની પ્રાપ્તિ અને પુણ્યથી બાહ્ય સુખની પ્રાપ્તિ થાય છે જ્યારે ધર્મથી માત્ર નિર્જરાની પ્રાપ્તિ થાય છે આવા ભાવોથી ભરપૂર આ વિપાક સૂત્ર છે.
વિપાક સૂત્રના બે શ્રુતસ્કંધ છે. સુક્ત કર્મોનાં ફળ દર્શાવનારું સુખવિપાક અને દુષ્કૃતકર્મોનાં ફળ દર્શાવનારું દુઃખવિપાક. બંનેમાં ૧૦-૧૦ અધ્યયન છે. કુલ ૨૦ અધ્યયન છે. ઉત્તરાધ્યયન સૂત્ર– મહાવીરસ્વામીની અંતિમ દેશના છે જેમાં વિપાક સૂત્રના ૧૧૦ અધ્યયન-સુખવિપાકના ૫૫ અધ્યયન અને દુ:ખવિપાકના ૫૫ અધ્યયનનો ઉલ્લેખ છે. વર્તમાનમાં જે વિપાક સૂત્ર ઉપલબ્ધ છે તે ૧૨૧૬ ક્લોક પરિમાણ માનેલ છે.
વિશ્વના દાર્શનિક ચિંતનમાં જૈન ધર્મે કર્મસિદ્ધાંતની સર્વોત્તમ ભેટ આપી છે. કર્મસિદ્ધાંત જૈનદર્શનનો એક મુખ્ય સિદ્ધાંત છે. તે સિદ્ધાંતનું પ્રસ્તુત આગમમાં ઉદાહરણોના માધ્યમ દ્વારા સરળ રીતે પ્રતિપાદન કરેલ છે.
જે કર્મનાં ફળનો અનુકૂળ અનુભવ થાય તે પુષ્પ અને જેનો પ્રતિકૂળ અનુભવ થાય તે પાપ. જીવે જે કર્મ બાંધ્યાં છે તેનાં ફળ આ જન્મમાં અથવા આગામી જન્મમાં ભોગવવાં જ પડે છે. જ્ઞાન સમ્માન ન ભાષા સા'- કૃત્તકર્મોનું ફ્ળ ભોગવ્યા વિના આત્માનો છુટકારો નથી. પાપકૃત્યો કરનારને આગામી સમયમાં દારુણ વેદનાઓ સહન કરવી પડે છે, એવા જીવોનું વર્ણન દુઃખવિપાકમાં છે. સુકૃત્ય કરનારને આગામી જીવનમાં સુખ મળ્યું છે એવા જીવોનું વર્ણન દ્વિતીય વિભાગ પ્રબુદ્ધ સંપા
આ પાંચ સંવર રૂપ ધર્મદ્વાર સર્વ દુઃખોથી મુક્તિના ઉપાયરૂપ છે- “ગધ્રુવસ વિોવનદા’
શ્રી વિપાક સૂત્ર
૩૪
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં વ્યાવહારિક પ્રક્ષવર્ણ વાયો છે. આજે વ્યવહાર પક્ષને અવગણી ફક્ત અને સીધી આત્માની, ધ્યાનસમાધિની વાતો કરતા લોકો માટે એટલું જ કહી શકાય કે વ્યવહાર પક્ષની મજબૂતી વિના ધર્મનો પાથી જ હલબલી જાય છે. સંવરનું પાલન કર્યા વગર મોક્ષ શક્ય જ નથી.
જૈન શાસ્ત્રના આગમો વ્યક્તિલક્ષી તો છે જ પણ સામાજિક, નૈતિક, આર્થિક, પર્યાવરણલક્ષી પણ છે, જે સંવર દ્વારમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહીના સથવા૨ે સિદ્ધ થાય છે.
હિંસા, માંસાહાર, ઇંડાસેવન, આદિ અનિષ્ટ પ્રવૃત્તિનું સેવન કરનાર વ્યક્તિ જો એકવાર પ્રશ્નવ્યાકરણમાં વર્ણવેય નરકની યાતનાનું વાંચન, ચિંતન કરે તો તે પાપથી જરૂર અટકશે, પાપ જરૂર ખટકશે અને પાપથી જરૂર પાછો વળશે. હિંસા ધર્મથી વિપરીત છે. “હું સા આમો મોરાધો ને મૂળું આ મજૂરો'- હિંસા ત્રિકાળમાં પણા ધર્મ બની શકતી નથી.
ટૂંકમાં, પ્રશ્નવ્યાકરણ સૂત્ર અધર્મથી ધર્મ, આશ્રવથી સંવર, બંધનથી મુક્તિની શિક્ષા અને તાલિમ દેતું ઉત્તમ આગમસૂત્ર છે.*
સુખવિપાકમાં છે. પહેલું દુ:ખવિપાક મૂકીને સાધકોને પાપ કરતાં અટકાવ્યા છે, ડરાવ્યા છે તો બીજા ક્રમે સુખવિપાક રાખીને સત્કાર્યો કરવા પ્રેરણા આપી છે.
વિપાક સૂત્રના પ્રત્યેક અધ્યયનમાં પૂર્વભવની ચર્ચા છે. કોઈ વ્યક્તિ દુઃખથી આકુળ-વ્યાકુળ હોય અથવા કોઈ સુખના સાગરમાં ડૂબેલી હોય, તેને જોઈ ગૌતમ સ્વામી ભગવાનને પ્રશ્ન કરે કે આમ કેમ ? ત્યારે ભગવાન સમાધાન કરતાં કહે કે આ તો તેના પૂર્વભવના ક્ય છે. આમ બધાં જ અધ્યયનો પુનર્જન્મની પુનઃ પુનઃ વાત કરીને સદાચાર અને નીતિમય જીવન જીવવાનો સંદેશ આપે છે.
પ્રથમ શ્રુતસ્કંધ દુઃખવિપાકમાં અન્યાય, અત્યાચાર, વેશ્યાગમન, પ્રજાપીડન, લાંચ-રૂશ્વત, હિંસા, નરમેય યજ્ઞ, માંસભયણ, નિર્દયતા, ચોર્યવૃત્તિ, કામવાસના વગેરે અધમ કૃત્યોના કારણે જીવ કેવા કેવા ઘોર કર્મબંધ કરે છે તથા તે તે કર્મબંધ અનુસાર કેવાં કેવાં ભીષણ અને રોમાંચકારી ફળ ભોગવે છે તેનું તાદશ્ય વર્ણન છે.
પહેલાં મૃગાપુત્રના અધ્યયનમાં મૃગાપુત્ર જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેના આંખ, કાન, નાક, હાથ, પગ આદિ અવયવ નહોતા, ફક્ત નિશાની જ હતી. ગર્ભમાં હતો ત્યારે તેને ભસ્મક નામનો રોગ થઈ ગયો હતો. તેથી તે જે કાંઈ આહાર ગ્રહણ કરતો તે તરત જ નષ્ટ થઈ જતો હતો અને તે તત્કાળ રૂપ અને લોહીના રૂપમાં પરિણત થઈ જતો હતો. ત્યાર પછી તે પરૂ અને લોહીને પણ ખાઈ જતો હતો. તેને જે ભોંયરામાં રાખવામાં આવ્યો હતો ત્યાં મરેલાં પ્રાણીઓનાં ક્લેવર સડી ગયાં હોય તેનાથી પણ અતિશય ખરાબ દુર્ગંધ આવતી હતી, જેમાં કીડાઓ ખદબદતા હતા. તે નરકની સમાન વેદનાઓનો અનુભવ કરતો હતો.