________________
જ પ્રાપ્ત થાય છે. આ સિવાયના બીજા કોઈ માર્ગે પણ ઈબાદત કરીને અલ્લાહ સુધી પહોંચી શકાય છે એ વાત એને ગળે જ નથી ઊતરતી. આવું જ અન્ય ધર્મોની પ્રાર્થના પદ્ધતિઓ વિશે પણ કહી
શકાય.
જૈન ધર્મે માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં બીજું ગમે તે ભલે આપ્યું હોય કે ન આપ્યું હોય, પણ જેને સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ કહીએ છીએ એ એવું અદભુત દર્શન આપ્યું છે કે માનવજાત સદૈવ જૈન ધર્મની ઓશિંગણ રહેશે. આ ‘સ્વાદ” શબ્દના અનેક અર્થો કરવામાં આવ્યા છે, પણ આપણા જેવા સરેરાશ માણસોને સમજવા માટે આ પૈકી એક જ અર્થ ઉપયોગી છે. આ અર્થ ‘એના સંદર્ભમાં' એવો થાય છે. આ ‘એના સંદર્ભમાં' એટલે શું એ થોડુંક વિગતે સમજીએ.
ધારો કે તમે રસ્તા વચ્ચે ઊભા છો અને બરાબર એ જ વખતે તમારા પિતા આવીને એમના મિત્રને કહે છે કે આ મારો પુત્ર છે. તમે તમારા પિતાના પુત્ર છો એ તો નિઃશંક છે, એટલે આ સત્યનો તમે સ્વીકા૨ ક૨ો છો. બરાબર એ જ વખતે તમારો પુત્ર એના મિત્ર સાથે ત્યાં આવી પહોંચે છે અને એ ના મિત્રને કહે છે કે આ મારા પિતા છે. તમે આ સત્યનો પણ સ્વીકાર કરો છો. જે રીતે તમે તમારા પિતાના પુત્ર છો એ જ રીતે તમારા પુત્રના પિતા પણ છો. તમારી પત્નીના સંદર્ભમાં તમે એના પતિ છો અને તમારી બહેનના સંદર્ભમાં તમે એના ભાઈ છો. તમારા બૉસ માટે તમે એના હાથ નીચેના કર્મચારી છો તો તમારા હાથ નીચેના કર્મચારી માટે તમે બૉસ છો.
તમે તો એક અને અવિભાજ્ય છો, પણ તમારી આસપાસના આ સહુ માટે તમે જુદાજુદા છો. પિતાને મન તમે પુત્ર છો, તો પુત્રને મન તમે પિતા છો. પત્નીને મન તમે પતિ છો, તો બહેનને મન તમે ભાઈ છો. આમ, એકની એક વ્યક્તિ પણ જુદાંજુદાં માણસોનાં જુદા જુદા સંદર્ભોમાં જુદી જુદી રીતે ઓળખાય છે. આ
દરેક અપેક્ષાનો તમારે સ્વીકાર કરવો રહ્યો. તમે એનો ઈન્કાર કરી શકો નહિ. ઉપર ટાંકેલા અમદાવાદના ઉદાહરણમાં જે રીતે અમદાવાદ એક જ છે, પણ ત્યાં પહોંચવાના માર્ગો જુદા જુદા છે, એ જ રીતે અહીં પણ તમે તો એક જ છો પણ તમારા સુધી પહોંચવા માટેના માર્ગો અથવા તો તમારી સાથે સંબંધ સ્થાપિત કરવા માટેની અપેક્ષાઓ તમારી આસપાસના સહુ માસી માટે જુદી જુદી છે.
‘હું સાચો છું’ એમ તમે ભલે વિશ્વાસપૂર્વક કહી શકતા હો, પણ એ સાથે જ ‘તમે પણ કદાચ સાચા હોઈ શકો' એવો વિશ્વાસ ધરાવવાની તમારી તૈયારી એ જ આ સ્પાાદ છે. ઈસ્લામમાં જે નથી માનતા એ કાફિરો છે અને આ કાફિરોને અલ્લાહના સાચા માર્ગે લઈ જવા માટે એમને મુસલમાન બનાવવા જોઈએ એ એક માન્યતા છે. આ માન્યતા વિશે કદાચ કટ્ટર ઈસ્લામ પંથીઓ પ્રામાણિક પણ હોય, તેઓ ખરેખર એમ માનતા પણ હોય, પણ જો એ જ રીતે અન્ય ધર્મના અનુયાયીઓ પણ માનવા માંડે અને પરસ્પરને, પોતે માની લીધેલા અલ્લાહ સુધી પહોંચાડવા માટે ધર્માંતર કરાવવા માંડે તો જગતમાં યુદ્ધો સિવાય બીજું શું થાય ? આજે આ જ બન્યું છે. સ્યાદ્વાદનો એના મર્મ સાથે સહજભાવે સ્વીકાર કરવાને બદલે આપણું વર્તન એનાથી વિપરીત રહ્યું છે. પરિણામે, જે ધર્મની ઉત્પત્તિ પ્રબુદ્ધ સંપદા
૨૫૬
સુખ અને શાંતિ માટે થઈ હતી એ જ ધર્મો માનવજાતને વધારેમાં વધારે અસુખ અને અશાંતિ આપી રહ્યા છે.
આપણા જેવા સરૈરાશ માણસ વિશ્વક સ્તરે વ્યાપેલી આ અણસમજને કદાચ અટકાવી ન શકે, પણ વ્યક્તિગત ધોરણે એનું અનુસરણ કરવામાં કશી જ મુશ્કેલી નથી. રોજિંદા વહેવારમાં ડગલે ને પગલે આપણા સંખ્યાબંધ ગમા-અણગમા હોય છે. આવા ગમાઅણગમાની વિરુદ્ધમાં જેઓ ગમા-અણગમા ધરાવતા હોય એમના માટે આપણે મોં મચકોડી દઈએ છીએ.
ધારો કે કોબીનું શાક તમને ભાવતું નથી એટલે જેમને કોબીનું શાક અત્યંત ભાવે છે એમને સ્વાદપૂર્વક એ શાક ખાતા જોઈને તમારા મનમાં અસુખ પેદા થઈ જાય છે. ક્યારેક તમે બબડી પણ નાખો છો કે ‘કોબીનું શાક એ તે કંઈ શાક છે ? ધૂળ અને ઢેફાં જેવું લાગે ! એ તો ઢોરનો ખોરાક કહેવાય!' આ વખતે જો કોઈ તમને પૂછે કે કોબીને ઢોરનો ખોરાક કયા શાસ્ત્રમાં કયા પૂર્વજોએ કહ્યું છે, તો તમે તમારી માન્યતાને સાચી ઠરાવવા માટે ગમે ત્યાંથી ગમે તે વાક્યો ટાંકી દેતાં પણ અચકાશો નહિ.
અહીં સ્યાદ્વાદના મૂળને સ્પર્શી શકાય છે. આ તો એક સ્થૂળ ઉદાહરણ થયું, પણ આવા ઉદાહરણના આશ્રયે જ આપણે આપણા અન્ય ગમા-અણગમા વિશે પણ વિચારી શકીએ.
સ્પાાદના આવા અનુસરણી વૈશ્વિક સુખ અને શાંતિ સ્થપાય કે ન પણ સ્થપાય, પણ વ્યક્તિગત સુખ અને શાંતિ તો અવશ્ય પ્રાપ્ત થશે જ. પાર વિનાના માનસિક કલહો અને ઉત્તાપો શમાવી શકવાને સમર્થ એવો આ રાજમાર્ગ છે. આપણે જ્યારે આપણી માન્યતામાં મક્કમ હોઈએ છીએ એટલે કે કટ્ટરવાદી હોઈએ છીએ ત્યારે એનું અને માત્ર એનું જ સમર્થન કરવા પાછળ આપણા મોટા ભાગના સમય અને શક્તિનો વ્યય કરીએ છીએ. આપણા ગમાઅણગમાના પણ જે કોઈ ચોક્કસ તાર્કિક કારણો હોય અને રજૂ કરવામાં કશું ખોટું નથી. પણ તર્ક હંમેશાં સત્યના માર્ગે જ લઈ જાય છે એવું માનવું સાચું નથી.
આપણી માન્યતા માટે જેમ આપો અનુભવ અને આપણા તર્કો હોય છે એમ એથી વિપરીત માનનારાને પણ એના પોતાના તર્કો અને અનુભવી હોય છે એનો આપણે સ્વીકાર કરવો જોઈએ. એક કે બે વાણિયાથી છેતરાયેલો કોઈ માણસ સતત એવું કહેતો ફરે કે બધા વાળિયા લુચ્ચા જ હોય છે, તો એમાં તર્કોષ છે. આ નિરીક્ષણમાં ભલે સ્વાનુભવ હોય, પણ તર્ક નથી. તર્કશાસ્ત્રના જાણકારો સમજી શકશે કે આમાં અતિવ્યાપ્તિનો દોષ છે. એ જ રીતે બધા મુસલમાનો કટ્ટરવાદી જ હોય છે કે બધા હિંદુઓ ઉદા૨ જ હોય છે, એ માન્યતામાં પણ ભરપૂર તર્કર્દોષ છે. મને મળેલા ચાર મુસલમાનો પૈકી ત્રણ જણનો મારો અનુભવ કડવો રહ્યો હોય, પણ એથી કંઈ વિશ્વભરના કરોડો મુસલમાનો માટે હું સામાન્ય નિરીક્ષણ કરી શકું નહિ. મારે કહેવું જોઈએ કે મને આવા-આવા કડવા અનુભવો થયા છે, પણ અન્યોને સારા અનુભવો થયા હોય એવું થ બને.
આપણે જ્યારે આપણા ગમા-અણગમા વિશે દૃઢ આગ્રહી છીએ