________________
ન્યાયદર્શન અને વૈશેષિક દર્શનમાં કર્મનો ખ્યાલ
E ડૉ. નરેશ વેદ
વિંદ અને હિન્દુ શાસ્ત્રોના અભ્યાસી, પ્રખર ચિંતક, પ્રભાવક વક્તા ડૉ. નરેશ વેદે ગુજરાત યુનિવર્સિટી તેમ જ ભાવનગર યુનિવર્સિટીનું ઉપકુલપતિ પદ શોભાવ્યું છે. પોતાની ૪૫ વર્ષની શૈક્ષણિક કારકીર્દિમાં ગુજરાતની કોલેજોમાં પ્રાધ્યાપક તરીકે, સરદાર પટેલ યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે અને ગુજરાતની એકેડેમિક સ્ટાફ કૉલેજના ડાયરેક્ટર તરીકે સેવા આપી છે.
ભારતીય તત્ત્વચિંતકોએ પિંડ અને બ્રહ્માંડ, સત્ અને અસત્, ઈશ્વર અને અવતારો, પાપ અને પુણ્ય, બંધન અને મોક્ષ, જન્મ અને પુનર્જન્મ, દેવીતત્ત્વ અને દુરિતતત્ત્વ જેવી કેટલીક મહત્ત્વની દાર્શનિક સમસ્યાઓઉપર મનનચિંતન કરીને સૈદ્ધાન્તિક વિચારણા રજૂ કરી છે, તેમ કર્મ અને પ્રારબ્ધ જેવી સમસ્યા વિશે પણ વિચારણા રજૂ કરી છે. એવી વિચારણા કરતાં એમણે કર્મ એટલે શું? કર્મનો કર્તા કોશ છે ? કર્મની અવસ્થા કેવી હોય છે? જીવ અને કર્મનો શો સંબંધ છે? કર્મના આકર્ષણના હેતુઓ ક્યા છે? કર્મબંધનાં કારણો ક્યાં છે? કર્મ કેટલા પ્રકારના છે? કર્મનાશના ઉપાયો ક્યા છે? કર્મ અને પુનર્જન્મ વચ્ચે શો સંબંધ છે? –એમ આ વિષયની વિશદ અને વ્યવસ્થિત વિચારણા કરી છે.
ભૌતિક જગતમાં આપણો અનુભવ છે કે કારણ વગર કોઈ કાર્ય થતું નથી. એ બાબત લક્ષમાં લઈને ભારતીય દાર્શનિકોએ એ વાત ઉપર ચિંતન મનન કર્યું કે આ જગતમાં જીવોની ઉત્પત્તિ થાય છે, આ જીવોત્પત્તિ જો કાર્ય છે તો એનું કોઈ કારણ હોવું જોઈએ, એ કારણ શું છે? વળી, એ જીવ પોતાના જીવનમાં સફળતાનિષ્ફળતા અને સુખ-દુઃખનો અનુભવ કરે છે એનાં કારણો ક્યાં છે? જન્મતા, જીવતા કે મરતા જીવાત્માના જીવનમાં જે કાંઈ બને છે એ શા કારણે બને છે, એના વિશે વિચાર કરતાં એમને જે કાંઈ તાર્કિક ખુલાસો મળ્યો, એનું નિરૂપણ એક સિદ્ધાન્તરૂપે એમણે કર્યું છે. એ સિદ્ધાન્તને કર્મનો સિદ્ધાન્ત કહીને ઓળખાવવામાં આવ્યો છે. એ સિદ્ધાન્ત એવું સમજાવે છે કે જીવ જેવાં કર્મો કરે, તેવાં તેમનાં ફ્ક્ત પામતો રહે. જેવું વાવો તેવું બો, જેવું કૃત્ય કરી તેવું પરિણામ પામે એવો ભારતીય જીવન દર્શનનો એક મૂળભૂત ખ્યાલ એની પાછળ પીઠિકારૂપ રહેલો છે. આવો સૈદ્ધાન્તિક ખ્યાલ ભારતીય દર્શનગ્રંથોમાં પલો છે.
આપણા દેશમાં જેમ જગતના બાર પ્રમુખ ધર્મો વિદ્યમાન છે, તેમ ધર્મતત્ત્વ દર્શનો પણ બાર છે. એ છેઃ (૧) ચાર્વાકદર્શન (૨) જૈનદર્શન (૩) વૈભાષિકદર્શન (૪) સૌત્રાંતિકદર્શન (૫) યોગાચારદર્શન (૬) માધ્યમિકદર્શન (૭) સાંખ્યદર્શન (૮) યોગદર્શન (૯) ન્યાયદર્શન (૧૦) વૈશેષિકદર્શન, (૧૧) મીમાંસાદર્શન અને (૧૨) વેદાન્તદર્શન. આ બારેય દર્શનોમાં થી અપવાદરૂપે એક ચાર્વાકદર્શનને બાદ કરતાં બાકીના બધાં દર્શનોએ કર્મનો સિદ્ધાન્ત સ્વીકારીને તેના વિશે વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું છે.
ભારતીય દર્શનોમાં રજૂ થયેલા આ કર્મસિદ્ધાન્તની શાસ્ત્રીય અને સાંગોપાંગ ચર્ચા ઘણી રસપ્રદ અને ઉપયોગી બને પણ એમ ન કરતાં, મને સોંપાયેલી કામગીરી અનુસાર હું અહીં ન્યાયદર્શન અને
૧૮૫
વૈશેષિકદર્શન આ વિષયની વિચારણા કઈ બાબતો પર પ્રકાશ ફેંકે છે. તેની હું સંક્ષેપમાં વાત કરીશ, ન્યાય અને વૈશેષિક એ બે દર્શનોના પ્રણેતાઓ હતા ગૌતમઋષિ અને કણાદઋષિ. આ બે દાર્શનિકોની અને તેથી તેમના દર્શનની વિશેષતા એ છે કે અન્ય દાર્શનિકોએ જ્યારે જગતની ઉત્પત્તિમાં પ્રકૃતિ અથવા પ્રકૃતિથી વિશિષ્ટ પરમાત્માને કારણરૂપ માન્યા હતા, ત્યારે આ બે દાર્શનિકોએ જગતની રચના પ્રકૃતિથી નહીં પણ પરમાણુઓથી થયેલી છે એમ જણાવીને આ ખ્યાલને વૈજ્ઞાનિક ધરાતલ ઉપર મૂકી આપ્યો હતો. આ બે દર્દીનો વિશે અત્યંત સંક્ષેપમાં ખ્યાલ આપવો હોય તો એમ કહેવાય કે આત્મા અને અનાત્માના વિશેષ ધર્મો નક્કી કરનાર દર્શન તે વૈશેષિક દર્શન અને તે માટે જોઈતા અનુમાન વગેરે પ્રમાણની થોજના આપનાર દર્શન તે ન્યાયદર્શન. આ બૈ દર્શનોએ આ રીતે પ્રમેય અને પ્રમાણની યોજના ઘડી આપી તેથી તેમનું દાર્શનિક ચિંતનધારામાં ઘણું અગત્યનું સ્થાન છે. શાસ્ત્ર પ્રતિપાદનોને પણ તર્ક, બુદ્ધિ, વાદ-વિવાદ વગે૨ કસોટીએ ચઢાવી તેમની તર્કશુદ્ધતા ચકાસવાનો આ બે દર્શનોએ મહત્ત્વનો ઉદ્યમ કર્યો છે. તેથી તેમનું મહત્ત્વ પણ ઘણું છે.
આ બંને દર્શનો જણાવે છે કે મનુષ્ય શરીરથી, મનથી અને વાણીથી જે ક્રિયાઓ કરે છે એને એની પ્રવૃત્તિ કહેવાય. મનુષ્ય આવી જે પ્રવૃત્તિ કરે છે તેના સંસ્કાર તેના ચિત્તમાં પડે છે. આમાંથી જે અનુભવજન્ય સંસ્કાર છે તે વાસના છે અને પ્રવૃત્તિજન્ય સંસ્કાર છે તે કર્મ છે. માણસની પ્રવૃત્તિ બે જાતની હોય છે: (૧) સત્પ્રવૃત્તિ અને (૨) અસત્પ્રવૃત્તિ. સત્પ્રવૃત્તિ એટલે સારું કર્મ અને અસત્પ્રવૃત્તિ એટલે ખરાબ કર્મ. આવી સત્સત્ પ્રવૃત્તિના ફળ રૂપે પુણ્યપાપ કે ધર્મધર્મ રચાય છે. આ ધર્મધર્મના સમૂહને ‘અદૃષ્ટ' કહેવામાં આવે છે. આ અદૃષ્ટને કારણે મનુષ્યને સારું કે નઠારું શરીર પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવની પ્રવૃત્તિના સંસ્કારો જીવીત રહે ત્યાં સુધી જીવે કર્મફળ ભોગવવા માટે શરીર ધારણ કરવું પડે. એ રીતે જન્મપુનર્જન્મનું ચક્ર ચાલ્યા કરે. જીવનો જન્મ થાય એટલે ફરી પ્રવૃત્તિઓ થવાની, તેથી ફરી કર્યો કર્યા કરવાના, તેથી તેના અદૃષ્ટમાં ઉમેરો થતો રહેવાનો, જ્યાં સુધી જીવનો વાસનાશય ન થાય ત્યાં સુધી આમ ચાલ્યા જ કરે. વાસના જાય તો અદષ્ટમાં થતી વૃદ્ધિ અટકે, પરંતુ બધાં કર્મો ભોગવાઈ ન જાય ત્યાં સુધી જીવે સંસારમાં રહેવું પડે. જીવનું સર્જન ભલે પરમાણુમાંથી થાય, ભલે એનો કર્તા ઈશ્વ૨ હોય, પણ ઈશ્વરેય જીવનું સર્જન એના અદૃષ્ટ મુજબ જ કરે. મતલબ કે જીવસર્જન કર્માનુસાર છે. જીવસર્જન થાય ત્યારે દરેક જીવાત્માને પોતપોતાના અદૃષ્ટ અનુસાર પોતાનાં કર્મફળ ભોગવવાની અનુકૂળતા રહે એવો દેહ મળે. અટ્ઠષ્ટનું બંધન ઈશ્વરની સર્જનશક્તિને પણ સાંકળે છે. તેથી જીવને નિર્લેપ એવો આત્મા મળે પણ સાર્થોસાથ અણુપ૨માણુ વડે મન પણ મળે અને દરેકને આત્મા એકસરખો મળે પણ મન અલગ અલગ મળે.
આ બંને દર્શનો આત્માને નિત્ય અને અનાદિ ગણે છે. મતલબ કે આત્મા નાશ પામતો નથી. એ માણસના જન્મ પહેલાં અને મૃત્યુ પછી પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે મનુષ્યને પૂર્વજન્મ અને
ન્યાયદર્શન અને વૈશિષક દર્શનમાં કર્મનો ખ્યાલ