________________
જીવનનું જાણે કાયદા દ્વારા નિયમન કરવાનો પ્રયાસ થઈ હ્યો છે.
નીચલી અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયો સુધી વિશ્વમાં ન્યાયતંત્રનો વિસ્તાર થયો. છે. કોર્ટ, વકીલ અને કાયદાની કલમોના જંગલમાં અથડાતાફૂટાના માનવી માટે ન્યાય મેળવવો ખર્ચાળ અને વિલંબિત બની ગયો છે.
જૈનદર્શનના કર્મનિશાનના સંદર્ભે દંડનીતિ સમજવી માનવજીવન માટે કલ્યાણકારક છે. દાર્શનિક કર્મવિજ્ઞાનના મતે, જેમ સમાજ અને રાજ્યના સ્તરે કાઝી, મુખી, ન્યાયનું પંચ, લોકઅદાલત કે સરકારનું ન્યાયતંત્ર લોકોને ન્યાય આપવા કાર્યરત છે તેમ એક વિશ્વવ્યાપી અદ્ભુત સ્વયંસંચાલિત કર્મની કોર્ટ છે. આપણી તમામ કોર્ટમાં હજી કૉમ્પ્યુટર આવ્યાં નથી, પરંતુ કર્મની કોર્ટ ક્ષતિરહિત સુપર કૉમ્પ્યુટરથી સ્વયં સંચાલિત, વાયરસ કે સદી પરિવર્તનના ભય વિના અનાદિથી ચાલી રહી છે અને અનંત ચાળશે.
સંસારની કોર્ટમાં તો જે ગુનેગાર પ્રત્યક્ષ દેખાતો હોય, ગુનો દેખનાર સાક્ષી મળે, પ્રત્યક્ષ કે સાંગિક પુરાવા ઉપલબ્ધ હોય તો જ ગુનેગારને સજા થઈ શકે છે.
સાંગિક પુરાવાને કારણે નિર્દોષને દંડાઈ જવાનો પણ ભય રહે છે. ખોટા સાક્ષી, કપટ કે ષડયંત્રના ભોગે નિર્દોષને પણ દોષી ઠેરવી શકાય છે.
એક શ્રીમંત યુવાન ખૂનના કેસમાં સપડાઈ ગયો. એન્ને ઊંચી ફી આપીને બાહોશ વકીલ રાખ્યો. કેસ ચાલ્યો. સામા પક્ષના ધારાશાસ્ત્રીએ બધી દલીલ કરી. ન્યાયાધીશે પેલા વકીલને કહ્યું કે હવે તમે દલીલ કરો, પણ આશ્ચર્ય! એણે દલીલ જ ન કરી. છેવટે ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે ‘હેન્ગ હીમ’. પેલા વકીલે મલકાઈને પોતાના અસીલના કાનમાં કહી દીધું કે ચિંતા ન કરીશ, તને બચાવી લઈશ. ફાંસીના માંચડો તૈયાર થયો. યુવાનના ગળામાં દોરડું ભરાવાયું અને સહેજ જ પાટિયું ખસ્યું કે તરત જ દોરડું ખેંચનારને અટકાવી દઈને વકીલ બોલ્યોઃ સજામાં માત્ર હેન્ગ હીમ' આ જ આદેશ છે. મારો અસીલ એ સજા અત્યારે પૂરી કરી ચૂક્યો ગણાય,કિલોમીટરને અંતરે આવેલા પોતાના મૂળ ગામમાં વેકેશન ગાળવા
માટે એને છોડી મૂકો. કાયદા મુજબ એક જ સજાનો અમલ બીજી વાર ન કરી શકાય! ત્યાર પછી ન્યાયતંત્રના કાયદાઓમાં સુધારો કરવો પડ્યો કે, ‘હેન્ગ હીમ ટીલ ડેથ' એટલે કે મૃત્યુ પામે ત્યાં સુધી લટાકવી રાખો. આમ બુદ્ધિના આટાપાટાથી દોષી પણ છૂટી ગયાના દાખલા છે.
આવ્યા. પોતાના વતનના આ નાનકડા ગામમાં રોજ સવારે તે નદીકિનારે ફરવા જાય. નદીતટના વૃક્ષોના ઝૂંડ પાછળ શોચક્રિયાનું કામ પણ પતાવી લે.
એક દિવસ એણે શૌચક્રિયા દરમિયાન જોયું કે એક માણસે ખંજરથી બીજા માણસની હત્યા કરી. હત્યારો ભાગી છૂટ્યો. ગુજસાહેબે ખૂનીને આંખોઆંખ બરાબર જોયો હતો.
આ અંગેનો કેસ એમની જ અદાલતમાં આવ્યો. આરોપી હાથમાં ન આવતાં પોલીસે ભળતા માણસને આરોપી તરીકે ઊભો કરી દીધો ! ન્યાયાધીશે તેનો ચહેરો જોઈને જ નક્કી કરી લીધું કે હત્યારો તો આ નથી, પરંતુ પોલીસે પોતાની ઈજ્જત બચાવવા માટે ભળતા માણસને મારી-પીટીને ખૂની તરીકે કબૂલાત કરાવીને પાંજરામાં ઊભો કરી દીધો છે.
વળી, વકીલ પણ એવો બાહોશ નીકળ્યો કે તેણે પોતાનું
કાયદાની આંટીઘૂંટી, લાંચરુશ્વત કે બુદ્ધિના વ્યભિચારથી ગુનેગારો પણ આબાદ બચી જતા હોય છે. પરંતુ એકાંતમાં, ગુપ્ત રીતે ગુનો કરનારને કર્મની કોર્ટ તો સજા આપી દે છે. જાણો કર્મની કોર્ટને કરોડો આંખો ન હોય!
અહીં બાહોશ વકીલ, પૈસાનું જો૨ કે લાગવગ કામ કરતાં નથી, અહીં શંકાને જોરે શંકાને છૂટી જવાતું નથી. કર્મના કાનુનથી ચાલતા ન્યાયતંત્રનો વહીવટ સ્વચ્ડ, સ્પષ્ટ, પારદર્શક અને સમયાનુચિત છે.
પ્રબુદ્ધ સંપા
કર્મની કોર્ટમાં સજા માટે એક ક્ષણનો પણ વિલંબ નથી. જેવો ગુનો આચર્યો તેવી તે જ ક્ષણે સજા એ કર્મનો કાનૂન છે, કર્મ ક૨ના૨નો સાક્ષી તો તેનો પોતાનો આત્મા સદાકાળ તેની સાથે જ છે. અહીં ગુનો પુરવાર કરવા માટે કોઈ સાક્ષી કે પુરાવાની જરૂર નથી. બીજા શબ્દોમાં કહીએ તો કર્મબંધ એજ સજા છે. માનવી મન, વચન કે કાયા વડે કોઈ પણ ગુનો કરે તો તેને તે પ્રમાણે કર્મબંધ થાય છે. કર્મના કર્તાએ કર્મ ભોગવવું જ પડે છે.
સંસારના ન્યાયાલયમાં અપરાધીને સજા ગુનો થયા પછી ચોક્કસ કાનૂની પ્રક્રિયા બાદ ગુનો સાબિત થાય ત્યારે થાય છે. આરોપી ન્યાયાલયમાં અરજી કરે તો સજા મોકૂફ રહે અને ઉચ્ચ ન્યાયાલય એ સજાને માન્ય રાખ ત્યારે સજાનો અમલ થાય છે.
પરંતુ કર્મની કોર્ટમાં ગુનો સાબિત કરવાનો પ્રશ્ન જ નથી. મનથી હત્યાનો ક્રૂર વિચાર કર્યો કે, ‘હું તને મારી નાંખીશ, છોડીશ નહીં' એવાં ક્રૂર રીતે ક્રોધપૂર્ણ વચનો કહ્યાં હોય. આત્માની પરિણામ ધારા ને ભાવ પ્રમાણે કર્મના કાનૂનમાં એને ગુનો ગણી લેવામાં આવે છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે. આ કર્મબંધ તે જ સજા છે. હા, સત્તામાં પડેલા કર્મો હૃદયમાં ન આવે તે કાળને દાર્શનિક પરિભાષામાં અાધાકાત કહેવાય છે.
સજા ભોગવવાનો કર્યોદય તત્કાળ પણ હોઈ શકે. આ જન્મમાં હોય કે જન્માન્તરે પણ હોય શકે છે. સંસારના ન્યાયતંત્રમાં વીશ વર્ષની સજા પામેલી વ્યક્તિ એક-બે વર્ષમાં જ મૃત્યુ પામે તો બાકીની સજા તેને ભોગવવાની રહેતી નથી. કર્મના કાનૂનમાં આ સજા, પછીના ભર્વ પણ ભોગવવી પડે છે.
સેંકડો માદાસની હત્યા કરનાર વ્યક્તિને સંસારની કોર્ટ એકે જે મૃત્યુદંડ દઈ શકે તે તેની મર્યાદા છે. જ્યારે કર્મનો કાયદો તે જીવને નારકીની દુઃખકારક યોનિમાં હજારો વાર મૃત્યુની વેદના આપી શકે અને હજારો વર્ષ સુધીનું ત્યાંનું આયુષ્ય આપી શકે છે. સારી વર્તણૂંકને કારણે રાજ્યના ન્યાયતંત્ર દ્વારા સજા હળવી બની શકે છે.
૧૫૨
કર્મસત્તાના ન્યાયતંત્રની કરામતને એક પ્રસંગ દ્વારા સમજીએ. જિલ્લા કોર્ટના એક ન્યાયાધીશ તે જિલ્લાથી ૨૫-૩૦