________________
ચોસઠ પ્રકારી પૂજામાં કર્મનું આલેખન
] ડૉ. અભય દોશી
[વિદ્વાન લેખક મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સહયોગી અધ્યાપક, પીએચ.ડી.ની ઉપાધિ માટેના માર્ગદર્શક, જૈનધર્મ વિષયક પુસ્તકોના કર્તા, શોધનિબંધ 'ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય'ના લેખક તેમજ પ્રભાવક વક્તા છે.]
મધ્યકાળના અંતિમ કાળખંડમાં થયેલા પંડિત વીરવિજયજીએ અનેક પૂજાઓ, રાસાઓ, સ્તવન, ચૈત્યવંદન આદિ કૃતિઓ રચી છે. આ સર્વમાં તેમની લયમધુર પૂજાઓ ભવ્યજીવોને માટે વિશેષ આકર્ષણનો વિષય બની રહી છે. વિક્રમની ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. જૈન મુનિ શુભવિજયજીના સંપર્કે વૈરાગ્યવંત બની
દીક્ષા ધારણ કરી હતી.
તેમણે રચેલી અનેક પૂજાઓમાં ચોસઠપ્રકારી પૂજાનું સ્થાન વિશિષ્ટ છે. વાસ્તવમાં ચોસઠપ્રકારી પૂજા એક પૂજા નથી, પરંતુ આઠ પૂજાઓનો સમૂહ છે. આ ચોસઠપ્રકારી પૂજા કર્મસુદનતપના ઉજમકામાં મુખ્યરૂપે ભણાવવાની હોય છે. જે પૂજા આઠ દિવસ સુધી ચાલે છે. આ કર્મસુદનતપ અષ્ટકર્મના વિચ્છેદ કરવાના આશય સાથે કરવામાં આવતું હોય છે. એમાં એક એક કર્મને આશ્રીને ૧ ઉપવાસ, ૧એકાસણું, ૧ એકસીક્વ, ૧ એકલઠાણું, ૧ એકદન્તી, ૧ નીવી, ૧ આયંબિલ, ૧ અષ્ટકવાનો તપ કરવામાં આવતો હોય છે. આમ આઠ કર્મ માટે કુલ ૬૪ દિવસના તપની પૂર્ણાકુંતિ થર્ય ઉત્થાપનરૂપે આ પૂજા કરવાનું વિધાન છે. આ પૂજાઓની સુગેયતા તેમજ મંત્રાત્મકતાને લીધે અંતરાય તેમ જ વેદનીય કર્મની પૂજા વિશેષરૂપે સ્વતંત્ર ભણાવવાનું ચલણ રહ્યું છે.
કવિએ આ પૂજામાં આ આઠે કર્મોની સ્થિતિ, તેનો ઉદય, બંધ આદિનું કર્મગ્રંથમાં વર્ણિત તત્ત્વજ્ઞાનને રસિક રીતે વર્ણવવાનો ઉપક્રમ કર્યો છે. વળી, કવિની દૃઢ શ્રદ્ધા છે કે, આ જગતની સૌ સત્તા કરતાં કર્મસત્તા શક્તિશાળી છે. પરંતુ આ કર્મસત્તા કરતાં પણ ધર્મસત્તા વિશેષ શક્તિશાળી છે. કર્મના મર્મને ભેદવા માટે ધર્મથી વિશેષ સામર્થ્ય આ જગતમાં કોઈ પણ પદાર્થનું નથી. આથી આ ધર્મસત્તાના ભંડાર સમા પ્રભુની ભક્તિ માટેના વિવિધ દ્રવ્યોથી કર્મના નાશનું આલેખન કવિએ ભાવપૂર્ણ શૈલીમાં કર્યું છે. કવિએ આઠેય કર્મ માટે આઠ-આઠ ઢાળ અષ્ટપ્રકારી પૂજાને સંદર્ભે ફાળવી છે.
પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ પૂજાનો પ્રારંભ કવિ પોતાના પરમ આરાધ્યદેવ શંખેશ્વર પાર્શ્વનાથ, સરસ્વતી ધ્રુવી તથા ગુરુ શુભવિજયજીને પ્રણામ કરી આચારદિનકર ગ્રંથ અનુસાર કર્મસુદન તપની વિધિ દર્શાવી છે.
જ્ઞાનાવરણીયકર્મસુદન પૂજાની પ્રથમ પૂજામાં પરમાત્માને જળઅભિષેક દ્વારા અજ્ઞાન દૂ૨ ક૨વાનો માર્ગ દર્શાવ્યો છે. બીજી પૂજામાં જ્ઞાનાવરહીય કર્મની વિવિધ પ્રકૃતિઓની વિશેષતા ચર્ચા છે. ત્રીજી પૂજામાં પુષ્ય દ્વારા શ્રુતજ્ઞાનોવરીય કર્મને દૂર કરવાની વાત આલેખી છે. કવિએ આ વાતને મનોહર ધ્રુવપંક્તિ દ્વારા અભિવ્યક્ત કરી છે. સમવસરણે શ્રુતજ્ઞાન પ્રકાશે, પૂજે સુવર
૧૪૫
ફૂલની રાશે સ્વામિ! ફૂલની રાશે.
ચોથી પૂજામાં ધૂપ દ્વારા અવધિજ્ઞાન પાંચમીમાં દીપક દ્વારા મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરવાની વાત આલેખી છે.
છઠ્ઠી પૂજામાં અક્ષપદ પ્રાપ્તિ માટે અમૃતપૂજાને આલેખી છે. અહીં પરમાત્માને થતાં કેવલજ્ઞાનનું ચિત્તહારી વર્ણન ક૨વામાં આવ્યું છે.
ત્રિશલનંદન નિહાળીએ, બાર વરસ એક ધ્યાન. નિંદ સ્વપ્ન જાગર દશા, તે સવિ દૂર હોય. દેખે ઉજાગર દશા, ઉજ્જવલ પાયા દોય. લહી ગુણઠાણું તેરમું, ૨ સમયે સાકાર. ભાવ જિનેશ્વર વંદીએ, નાઠા દોષ અઢાર.
પુનઃ સાતમી અને આઠમી પૂજામાં જ્ઞાનગુણનો મહિમા ગાવામાં કવિ જ્ઞાનમહિમાને બળદના દૃષ્ટાંતથી રજૂ કરે છે; તેલી બળદ પરે કષ્ટ કરે, જર્જીવિકા યુતવહે; નિશદિન નયન મીંચાણે, ફરતો ઘે૨નો ઘે૨.
તેલીનો બળદ રાતદિવસ ફરે, કષ્ટ સહન કરે, પણ એ ઘરમાં ને ઘરમાં જ હોય એમ જીવો સમ્યક્ શ્રુતજ્ઞાનની લહે૨ વિના સંસાર સાગરનો પાર પામી શકતા નથી. એમના તપ, જપ, ક્રિયા આદિ નિષ્ફળ રહે છે.
કવિ જ્ઞાનાવરણીય કર્મ બાદ બીજે દિવસે કરવાની
દર્શનાવરણીય કર્મ સુદનાર્થ પૂજા આલેખે છે. કવિ દર્શનાવરણીય કર્મના બંધના મુખ્ય કારણ રૂપે જિનાગમ અને નિમૂર્તિના દર્શનમાં વિઘ્નકાર્યને ગણાવે છે. કવિ ચક્ષુ વડે પ્રભુદર્શનનો ઉલ્લાસ દર્શાવતાં કહે છે;
તુજ મૂતિ મોહનગારી, રસિયા, તુજ મૂરતિ મોહનગારી. દ્રવ્ય ગુણ પરજાય ને મુદ્રા, ચઉગુણ પડિમા પ્યારી. તારી મૂર્તિ મોહનગારી છે. આ મૂર્તિ નિમિત્તે તીર્થંકર પ્રભુના દ્રવ્ય, ગુણ પર્યાય અને મુદ્રા સાથે અનુસંધાન રચાય છે, માટે આ ચાર ગુણવાળી પ્રતિમા મનોહારી છે. આ પૂજામાં ચાર પ્રકારના દર્શન આચરણ તેમજ પાંચ પ્રકારની નિદ્રા અંગેના શાસ્ત્રની વિવિધ દૃષ્ટાંતોની રસિક શૈલીમાં રજૂઆત કરી છે,
દ્વાદશાંગી ગિયારૂપ પેટી રે, મુનિયર્ણ નિદ્રા લપેટી રે. પૂરવધર પણ શ્રુતમેડી રે, રહ્યા નિર્માદમાં દુ:ખ વેંઢી રે. કર્મસુદન તપના ઉદ્યાપનમાં ત્રીજે દિવસે વેદનીયકર્મ નિવારણ પૂજા ભણાવવામાં આવે છે. સ્વતંત્ર રીતે જે પૂજાઓ ભણાવવામાં આવે છે, તેમાં વંદનીયકર્મ નિવારણ પૂજાનો પ્રચાર વિશેષ છે. એની પ્રથમ ઢાળમાં કવિએ લયાત્મક રીતે પરમાત્માના જન્મમહોત્સવનું આલેખન કર્યું છે;
ન્હવણની પૂજા રે, નિરમલ આતમારે.
તીર્થોદકનાં જળ મેલાય, મનોહર ગંધે તે ભેળાય. હવા.૧. પહેલી ઢાળને અને કવિ એક માર્મિક વાન આલેખે છે; વેદની વિધરે મણિ ઝલકે,'
આત્માના ગુઢ સ્વરૂપના દર્શનમાં થાતી-અધાની બન્ને કર્મો
સોસઠ પ્રકારી પૂજામાં કર્મનું આલેખન