________________
૮૮
લવ યુ ડોટર સરળતાથી હટાવી રહ્યું છે. મુગ્ધાવસ્થા અને યુવાવસ્થાની અપરિપક્વતા અને વડીલોની છત્રછાયાનો અભાવ આ બે વિષમતાઓએ પશ્ચિમના દેશોમાં સમસ્યાઓની હારમાળાઓ સર્જી છે. ડ્રગ્સથી માંડીને ખૂના-મરકી સુધીની ત્યાંની મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં આ જ વિષમતાઓ રહેલી છે. ભારતના લાખો વર્ષોનો ઇતિહાસ કહે છે કે વડીલોના બહુમુખી વ્યક્તિત્વ આશ્રિતોને અદ્ભુત સુરક્ષાકવચ પૂરું પાડ્યું છે. તેમણે પોલીસનું કામ કર્યું છે. કોર્ટનું કામ કર્યું છે. યુનિવર્સિટીનું કામ કર્યું છે. ડૉક્ટરનું કામ કર્યું છે. પ્રસૂતિગૃહનું કામ કર્યું છે. બેબી સીટરનું કામ કર્યું છે. નર્સનું કામ કર્યું છે. હોમ ગાર્ડનું કામ કર્યું છે. આ લિસ્ટ તો ઘણું લાંબું છે... આજે પણ ભારતમાં જ્યાં જ્યાં ભારત જીવી રહ્યું છે, ત્યાં ત્યાં વડીલો આ કાર્યો કરી જ રહ્યા છે. એ પણ અનેકગણી સારી રીતે. પૂર્ણ પ્રેમાળ અને નિઃસ્વાર્થભાવે.