________________
૭૧
LOGIC ગુરુ શિષ્યને એ કાગડો દેખાડે છે. ને કહે છે – “આ કાગડો ધોળો છે.” શિષ્ય હાથ જોડીને કહે છે – “જેમ આપ કહો છો. તેમ જ છે.”
અભ્યાસ આગળ ચાલ્યો. સાંજ પડી. શિષ્ય ગુરુને વંદન કરીને પૂછ્યું, “સવારે આપે કાગડાને ધોળો કહ્યો, એ એમ જ છે. એમાં કોઈ જ શંકા નથી, પણ હું મારી બુદ્ધિ અલ્પ હોવાથી એનું રહસ્ય સમજી શકતો નથી. આપ કૃપા કરીને મને સમજાવશો?” ગુરુએ પ્રેમપૂર્વક કહ્યું, “વત્સ, મન અને આત્માને વાંચવાની મારી શક્તિથી મેં જોયું હતું, કે એ કાગડાની ભાવના શુદ્ધ હતી, એનો આત્મા શુભ હતો, એ દૃષ્ટિકોણથી – ભીતરી નિર્મળતાની અપેક્ષાએ મેં એને ધોળો કહ્યો હતો.” શિષ્ય નતમસ્તક થઈને કહ્યું, “જેમ આપે કહ્યું તેમ જ છે.” ગ્રંથના શબ્દો છે – जइ सेयं वायं वए पुज्जा, तह वि य से नवि कूडे । This is વિનય.
Can you imagine ? 2 Plot uz szell Options edi ? (૧) અરે, ગુરુજી ! તમારું માથું તો ઠેકાણે છે ને ? કાગડાને ધોળો કહો છો?