________________
४८
લવ યુ ડોટર આ સ્થિતિમાં તારો અનુચિત પહેરવેશ, તારું એકલા બહાર જવું કે રાતે ઘરની બહાર હોવું એ બધું જ અમારી અડધી કતલ જેવું છે. તું સમજે છે ને? અડધી કતલ. જેમાં માણસ મરતો પણ નથી. અને જીવતો પણ નથી. મારી વ્હાલી, કદાચ અમે તેને ઓર્થોડોક્સ લાગતા હોઈશું આજે કયો સમય ચાલી રહ્યો છે, ને અમે કયાં સમયની વાત કરી રહ્યા છીએ, એવું લાગતું હશે. પણ જો તું સૂમદષ્ટિથી જુએ, તો તને ખ્યાલ આવશે. કે જૂના સમયમાં જે મર્યાદાની જરૂર હતી એના કરતાં સોગણી મર્યાદાની જરૂર આજે છે. એ સમયે માણસની નબળી લાગણીઓને ઉશ્કેરે એવું મીડિયાતંત્ર ન હતું, ટી.વી., સિનેમા, ઇન્ટરનેટ, મોબાઇલ. કશું જ ન હતું. આજનું વાતાવરણ ડગલે ને પગલે સારા માણસને પણ ઉશ્કેરી મૂકે એવું છે, આ સ્થિતિમાં સો ગણી મર્યાદાનું પાલન થાય, તો કદાચ બચી શકાય,