________________
૩૬૨
લવ યુ ડોટર પતિ આણાએ રહેજો રે, લજા નિર્વહેજો રે
સાસુ-સસરાની સેવા કરજો પરે રે રાએ માની તે રાણી રે બહેન સરખી જાણી રે
નણંદી દેરાણીનાં મન સાચવો રે ગુરુ વિનય કરજો રે, સમતામાં રહેજો રે
દાનગુણે દીપાવજો, અમ કુલ વંશને એમ કહી નિજ બેટી રે, હાંડાભર ભેટી રે,
થઈ છેટી વલ્યાં નિજઘર આંસુ ભર્યા રે.
બેટા,
તમે પતિની આજ્ઞાને અનુસાર રહેજો. લજ્જા ગુણને બરાબર સાચવી રાખજો. સાસુ-સસરાની સેવા સારી રીતે કરજો . રાજાને જે ગમી તે રાણી. તમે એની ઈર્ષ્યા ન કરતાં, પણ એને તમારી બહેન સમાન માનજો. (આ વાત બહુપત્નીત્વના કાળની છે.) નણંદ અને દેરાણીના મનનો ખ્યાલ રાખજો. વડીલોનો વિનય કરજો . સમતામાં રહેજો. દાનગુણથી-ઉદારતાથી આપણા કુળ-વંશને દીપાવજો. આમ કહીને રાજા-રાણીએ પોતાની દીકરીને છાતી સરસી ચાંપી. દીકરીએ વિદાય લીધી અને તેઓ આંસુ ભરેલી આંખે રાજમહેલમાં પાછા ફર્યા.
– ધર્મિલકુમાર રાસ -૪ –૪ –૪ –૪–