________________
GOOD-BYE
૩૬૧
પોતાના કાળજાના આ ટુકડાને જયારે વિદાય આપે ત્યારે કેવી કેવી ઉપયોગી શીખ આપતા હોય છે. આપણા લાખો વર્ષના ઇતિહાસમાં દીકરી – વિદાયની જેટલી ઘટનાઓ બની એમાંથી કેટલીક ઘટનાઓના કેટલાક ખાસ ઉદ્ગારો અહીં તારા માટે પ્રસ્તુત છે. યાદ રાખજે બેટા, એક પ્રેમાળ હૈયું છેલ્લે છેલ્લે પોતાના પ્રેમપાત્રને પોતાના ઊંડા જ્ઞાન અને લાંબા અનુભવનો નિચોડ આપતું હોય એ તારા માટે પણ ખૂબ ખૂબ ઉપયોગી છે.
નૃપ રાણી બેટીને ભાખે હિત-શિખામણ સારજી સસરા સાસુનો વિનય કરજો, દેવ સમો ભરથારજી દેવ-ગુરુની ભક્તિ કરજો, પાળજો વ્રત-નિયમજી રાજા અને રાણી દીકરીને સાર (cream) હિત-શિખામણ આપે છે કે સસરા અને સાસુનો વિનય કરજો . પતિને દેવ સમાન ગણજો. ભગવાન અને ગુરુની ભક્તિ કરજો . અને વ્રત-નિયમનું પાલન કરજો
– શ્રીચંદ્રકેવલિ રાસ
—X
—X
—X
—X
—