SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ લવ યુ ડોટર ૧૯૮૦ના વર્ષે જ આપણે બાળવર્ષ ઉજવ્યું. એ વર્ષમાં જ આપણે કેટલાં બાળકોની હત્યા કરી એ આંકડા આરોગ્યમંત્રી જણાવે તો આપણા બાળપ્રેમ અને જીવદયાનો સાચો આંક જાણવા મળે. આ દુનિયામાં ત્રણ વ્યક્તિઓએ ગર્ભપાત સામે પોતાનો અવાજ બુલંદ કર્યો છે. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને ખ્રિસ્તી ધર્મના વડા નામદાર પોપ. અન્ય કેટલાકે મારી જેમ પોતાના વિચારો પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો હશે. પરંતુ ભૌતિકવાદી નગારખાનામાં અમારી તૂતી કોણ સાંભળે ? ઈશ્વરીય ન્યાય જેવી કોઈ વસ્તુ હશે તો ત્યાં અમારો વિરોધ જરૂ૨ નોંધાશે. યાદ રાખો. ગર્ભાધાન વખતે જ વ્યક્તિની ઊંચાઈ, બુદ્ધિનો આંક (।. Q) ચાલવાની ઢબ, આંગળાંના નિશાન, લોહીનું ગ્રુપ અને મોટા ભાગની વિશેષતાઓ નક્કી થઈ જાય છે. ગર્ભમાંહેનું બાળક સંપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. પછીની ઉંમરમાં માત્ર તેનો ઉઘાડ જ થાય છે. જો ગર્ભપાત કાયદેસર ગણાય તો દુનિયામાં ચોરી, ખૂન, બળાત્કાર પણ આગળ જતાં કાયદેસર થશે. મારે એની તલવાર એ જંગલનો કાયદો છે. સભ્ય સમાજ તેને સ્વીકારે તો જંગાલિયત જીવનના હર ક્ષેત્રે ઝડપભેર પ્રવેશી જશે. દાકતરોના પિતા હિપોક્રેટિકની સોગંદવિધિમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. – ‘હું ડૉક્ટર બન્યો છું જીવન બચાવવા માટે, જીવનનો નાશ કરવા માટે નહિ.’ અને આજના ડૉક્ટરો નાશવંત જીવનના સુખચેન માટે પોતાની પ્રતિજ્ઞા તોડીને હજારો જીવોના નાશ કરે છે. સરકારી સમર્થન સાથે કળિયુગના અંતિમ ચરણની આ બલિહારી છે. થઈ શકે માત્ર એટલું જ કે જેમનો આત્મા ન સ્વીકારે તેવા સજ્જન આ દોટાદોડમાં ન જોડાય. (જનસત્તા પરિવાર પૂર્તિમાંથી સાભાર) ધ સાઈલેન્ટ સ્ક્રીમ ગર્ભ બોલ્યો; ઓ મા ! મરી ગયો ! (સમકાલીન ૧૭ જૂન’ ૮૫માંથી એક હૃદયવિદારક લેખ અહીં પ્રસ્તુત કર્યો છે. તમારા મગજને થોડો આરામ આપીને પછી આગળ વધો.) સન્ડે ઓબ્ઝર્વરના ગઈકાલના અંકમાં ધીરેન ભગતે એબોર્શનને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકતી ધ સાઈલેન્ટ સ્ક્રીમ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મની કરેલી નુકતેચીની સમાજની અને શાસકોની આંખો ઉઘાડનારી બની રહેવી જોઈએ. ગર્ભપાત ૭૦ રૂપિયામાં એવી અસંખ્ય જાહેરખબરો આપણે ઉપનગરોની લોકલ ટ્રેનોમાં અગણ્ય વખત જોઈએ
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy