________________
CRUELTY
उ४३ હથિયાર અંદર નાખીને જીવતા બાળકને તે વડે વીંધી નાખવામાં આવે છે. ગર્ભમાં તરફડતું બાળક લોહીલુહાણ થઈ, અસહ્ય વેદના ભોગવી મૃત્યુને શરણ થાય છે. પછી એક ચમચી જેવા સાધનની મદદથી બાળકના ટુકડેટુકડા બહાર કાઢવામાં આવે છે. ખીમો થઈ ગયેલું મગજ, લોહી દદડતાં આંતરડાં, બહાર નીકળી પડેલી આંખો, દુનિયામાં જેણે પહેલો શ્વાસ નથી લીધો તેવા ફેફસાં, ધબકતું નાનકડું હૃદય, હાથપગ બધું જલ્દી જલ્દી બાલદીમાં ડૉક્ટરે ફેંકી દેવું પડે છે. કેમકે બહાર ગર્ભપાત માટેના ઉમેદવાર બહેનોની લાંબી લાઈન હોય છે. એટલે ડૉક્ટરે આ બધું જલ્દી જલ્દી પતાવવું પડે છે, તેથી ઘણી વખત બાળકને અંદર તરફડીને મરી જવા માટે પૂરતો સમય પણ અપાતો નથી. અંધારામાં તીર મારવા જેવું આ ઑપરેશન છે. હથિયાર ગર્ભમાંહેના બાળકના માથામાં, છાતીમાં, પેટમાં કે હૃદયમાં ન વાગતાં હાથ, પગ કે સાથળમાં ઘોચાય તો બાળક જલ્દી મરતું નથી. ૭૦, ૮૦ કે ૯૦ વર્ષ જીવવા માટે કુદરતે જે છોડ તૈયાર કર્યો હોય છે, તેની જિજિવિષા ખૂબ પ્રબળ હોય છે. તેથી ઉતાવળે ગર્ભમાંથી બહાર કાઢીને બાલદીમાં ફેંકી દીધેલાં ધબકતાં હૃદય જોઈને ડૉક્ટરો, નસ અને સ્વીપરો સુદ્ધાં બીજી બાજુ આંખો ફેરવી લે છે.
આ હથિયાર ક્યારેક ઉતાવળમાં અને ક્યારેક અનુભ્યસ્ત હાથે ગર્ભાશયને પણ નુકશાન કરી દે છે. તેવા કિસ્સામાં લાંબા સમય સુધી લોહી વહે છે, અંદર ચાંદુ પડે છે, કાયમનું પ્રદર થાય છે. જાતીય આવેગો ઠંડા પડી જાય છે, પરિણામે દામ્પત્યજીવન ખારું બને છે અને ક્યારેક તો એવી સ્ત્રી ફરી કદી માતા બની શકતી નથી.
ચૂસણ પદ્ધતિઃ ગર્ભાશયમાં એક પોલી નળીનો છેડો દાખલ કરવામાં આવે. એ નળી સાથે એક પંપ બેસાડેલો હોય છે અને નળીને બીજે છેડે મોટી બૉટલ જોડેલી હોય છે. નળીનો એક છેડો ગર્ભાશયમાં બરાબર ગોઠવ્યા પછી પંપને ઉઘાડ-વાસ કરવાથી ગર્ભમાંહેનું જીવતું બાળક ગર્ભમાંથી પછડાય છે. કસાઈઓ બકરાને એક ઝાટકે હલાલ કરે છે. જ્યારે આ પદ્ધતિમાં ક્યારેક બાળકનાં જુદાં જુદાં અંગો નળીમાં ખેંચાઈ આવે છે. ડોળા ફાટીને બહાર આવી જાય છે, સક્શનને લીધે પેઢું, છાતી, પેટ, મગજનાં પોલાણોમાં આવેલા અવયવો ફાટીને વેરવિખેર થઈને બહાર આવે છે અને જો કોઈ જીવ વધુ ગઠીલો અને બળિયો હોય તો આખેઆખો જીવતો સાંગોપાંગ બહાર આવે ત્યારે છેવટે બંધ બૉટલમાં જોરથી પછડાઈને તેના ભુક્કા બોલી જાય છે. કેટલીક વાર સુધી બાળક એ બૉટલમાં તરફડતું રહે છે અને પછી શ્વાસ રૂંધાતાં તે ઠંડું પડી જાય છે. આ પદ્ધતિમાં ક્યારેક આખું ગર્ભાશય બહાર ખેંચાઈ આવે છે. તેવી સ્ત્રીઓને જિંદગીભર અનેક તકલીફો થાય છે. કમરનો દુઃખાવો તો કાયમી જ બની