________________
૩૪૨
લવ યુ ડોટર મારી વ્હાલી, આ વાત છે દુનિયાની સૌથી નીચ ક્રૂરતાની, જેમાં એક માતા એક કસાઈ કરતાં પણ વધુ ક્રૂર બને છે. અને પોતાની કૂખમાં રહેલા નિર્દોષ અને માસૂમ સંતાનની કરપીણ હત્યા કરાવી દે છે. My daughter, આ માત્ર સંતાનની હત્યા નથી, આ માનવતાની હત્યા છે, માતૃત્વની હત્યા છે. મારી તને હાર્દિક વિનંતિ છે બેટા, કદી પણ આ પાપથી તારા જીવનને અભડાવતી નહીં. આ વિષયમાં તારી સાથે વધુ કોઈ વાત નહીં કરી શકું. પણ કેટલીક વસ્તુઓ એવી છે. જેની તને જાણ હોવી ખૂબ જ જરૂરી છે. એ માટે આ સાથે 2 Articles મુક્યા છે. શાંતિથી એને વાંચજે.
ચાલો એબોર્શન કેન્દ્રમાં
ગર્ભપાતની કેટલીક વૈજ્ઞાનિક માન્ય અન્ય સ્વીકૃત ડૉક્ટરી પદ્ધતિઓ જે આજે ભારતમાં પ્રચલિત છે, તે જોઈએ. મન જરા મક્કમ કરો અને પછી ચાલો એબોર્શન કેન્દ્રમાં.
ડી. એન્ડ. સી. ઑપરેશન: દાક્તરી સાધનો વડે સગર્ભા સ્ત્રીના ગર્ભાશયનું મુખ પહોળું કરવામાં આવે છે. પછી એ સાધન વચ્ચેથી એક ચપ્પ અથવા કાતર જેવું