________________
૩૨૮
લવ યુ ડોટર ત્યાંની નારીને લોટ બાંધવાથી માંડીને પીરસવા સુધીની ઝંઝટ મટી ગઈ છે પણ બીજી બાજુ તેનું આખું જીવન ઝંઝટ બની ગયું છે. દશથી બાર કલાક સુધી ઘર બહાર રહેવું અને સતત કંટાળાજનક કામ કરવું કોઈ બોસની વેઠ કરવી અને ટ્રાન્સપોર્ટેશનની હાડમારીઓ ભોગવવી, આ બધી ઝંઝટ જ એનું જીવન છે. એની સામે વાર્યેષુ મંત્રી – ખાસ કામ વખતે મસ્ત્રી મોગ્યેષુ માતા – જમાડતી વખતે માતા શયનેષુ રામ – શયનખંડમાં રંભા આ આપણી સંસ્કૃતિની નારી શું ખોટી ? આધુનિકતાની લ્હાયમાં લાખો સ્ત્રીઓ જ્યારે ઘરની ચિંતા સાથે ઑફિસના કામમાં પરોવાયેલી હોય છે, ત્યારે આપણી આ ઘરની રાણી જમણથી પરવારીને ફુલ પંખા નીચે આરામ ફરમાવતી હોય છે. મારી વ્હાલી, વાસી, બહારનું, જેવું-તેવું અને નોકરોના હાથનું ખાઈને પરિવાર માંદો પડે એટલે એની દવાઓના ખર્ચા કરવા