________________
૩૨૭
FEEDING એ સોનું-રૂપું ખાય છે તેવું પણ નથી. પણ એવી સ્ત્રીની છાપ ખાઉધરી તરીકેની પડે છે. એવી સ્ત્રી બીજાને અરુચિ જન્માવે છે. બધાને જમાડીને જમતી સ્ત્રી ભૂખી રહે છે તેવું નથી. ઉલ્ટ બધાને જમાડ્યાનો આત્મસંતોષ અને પ્રસન્નતા એના ભોજનને અમૃતભોજન બનાવી દે છે. સદ્ભાવના અને પ્રેમ સાથે
સ્વજનો માટે રસોઈ કરતી નારી, વાત્સલ્યપૂર્વક સ્વજનોને રસોઈ પીરસતી નારી અને બધાને જમાડીને ઊંડા આત્મસંતોષપૂર્વક સ્વયં ભોજન કરતી નારી એ આપણી સંસ્કૃતિની અનેરી અસ્મિતા છે. ફ્રીઝમાંથી રસોઈ કાઢીને જાતે ગરમ કરીને કુટુંબના એક એક સભ્ય પોતપોતાની રીતે ખાઈ લે આવી સેલ્ફ સર્વિસ.. આવું ભાવનાશૂન્ય ભોજન.. આવો શુષ્ક વ્યવહાર.... આવું c grade નું પોષણ આ બધી પશ્ચિમી દેશોની વિડંબના છે.