________________
૩૧૨
લવ યુ ડોટર
આ કર્તવ્યનું પાલન જાતે જ થઈ શકે છે.
સાચા મા-બાપ એ છે
જેઓ સંતાનને જીવનનાં ઉચ્ચ ધ્યેયની દિશામાં દોરી જાય.
દીકરો દુન્યવી ડિગ્રી લઈ લે, અઢળક પૈસામાં આળોટે
કે નાની-મોટી પ્રસિદ્ધિ મેળવી લે,
એનાથી રાજીના રેડ થનારા માતા-પિતાઓની સમજ અધુરી હોય છે.
ઘણા ડિગ્રીધરો બેકાર રખડે છે,
ઘણા શ્રીમંતો આપઘાત કરે છે
અને ઘણી પ્રસિદ્ધ વિભૂતિઓ
અંગત જીવનમાં ખૂબ દુ:ખી હોય છે. મા-બાપે દેવું કરીને
લોહી-પાણી એક કરીને
જે સંતાનોને ભણાવ્યા હોય,
તે જ સંતાનો
જ્યારે તેમનું અપમાન કરી બેસે
ત્યારે તેમને પગ તળેથી ધરતી સરકતી લાગે છે.
આજના મોટા ભાગના ઘરોની
એવી સ્થિતિ છે,
કે મા-બાપો સંતાનોને ભણાવી ગણાવીને
એટલા લાયક (?) બનાવી દે છે.
કે પછી તેમને મા-બાપ જ નાલાયક લાગે છે.
This is my point my dear,
કે દુનિયા જેને શિક્ષણ સમજે છે,
એ પૂરતું નથી જ,