________________
PARENTING
૩૧૧
સંતાનને સારી વાર્તા કહેવાને બદલે ચોકલેટ-આઇસ્ક્રીમ આપી દે છે. તેમને ભવિષ્યમાં આદરને બદલે ઉપેક્ષા મળે છે. રડતા બાળકને પ્રેમ અને હૂંફ આપવાને બદલે ટી.વી. સામે બેસાડી દેવો કે એના હાથમાં મોબાઈલ પકડાવી દેવો એ સાચા મા-બાપનું લક્ષણ નથી. આવું સંતાન છતે મા-બાપે અનાથ જેવું હોય છે. ભવિષ્યમાં એ મા-બાપની સેવા કરે એવી શક્યતા નહીંવત્ છે. કારણ કે ખરા અર્થમાં એણે મા-બાપનો અનુભવ જ કર્યો નથી. ટી.વી., મોબાઈલ, આયા, નોકર, બેબીસીટર, સ્કુલ ટિચર, ક્લાસ ટિચર, ટટ્યુશન ટિચર - આ બધાં કદી પણ માતા-પિતાનું સ્થાન ન લઈ શકે. જમાનાના ઝેરથી સંતાન પૂરે-પૂરું બચી જાય, એના સંસ્કારોનું જતન થાય
અને
એનું માવજતભર્યું ઘડતર થાય એવા પ્રયાસો કરવા એ માતા-પિતાનું પરમ કર્તવ્ય છે.