________________
EQUALITY
સમાન નથી.
તો એ બંને માટેના નિયમ
સમાન ન જ હોઈ શકે.
ઊંટની Lifestyle
જો માછલી પર ઠોકવામાં આવે.
તો માછલીએ તરફડીને મરી જવું પડે.
My daughter,
શરીરમાં પગ પણ છે
અને આંખ પણ છે.
બંનેનું પોતપોતાનું કાર્યક્ષેત્ર છે.
પોતપોતાની ખૂબીઓ છે.
પોતપોતાનું સ્થાન છે.
એ બેમાંથી એકેયનું મહત્ત્વ ઓછું નથી.
અમુક ક્ષેત્રમાં એવું લાગે
કે પુરુષ પ્રધાન છે.
પણ એ શોષણ નથી.
વ્યવસ્થા છે.
જે સ્ત્રીના પોતાના ભલા માટે જ છે.
પોપટ જો મોરના પીંછા ભેરવે
ને મોરને જો મરચાં ખાવાનો શોખ થાય તો એ બંનેએ દુ:ખી જ થવું પડે. મારી વ્હાલી,
સ્ત્રી-પુરુષની સમાનતાની વાત કરનારા જ હકીકતમાં સ્ત્રીનું અપમાન કરી રહ્યા છે. સમાનતાની તેમની પરિભાષા આ જ હોય છે. કે સ્ત્રી એ પુરુષની સમકક્ષ બને.
૩૦૧