________________
૨૭)
લવ યુ ડોટર મને જાત્રા કરવાની ભાવના થઈ તો મને એમના ખભે બેસાડીને ચાર ધામની જાત્રા કરાવી છે.” રવિશંકર મહારાજની આંખોમાં ઝળહળિયાં આવી ગયા. એમણે પતિની સામે જોયું, તો એ કહે, “શું હું જ એની સેવા કરું છું? એ મારું કાંઈ નથી કરતી? આ મીઠાં રોટલા બનાવે છે. મારી પથારી કરી આપે છે, કૂવે જઈને મારા કપડાં ય ધોઈ દે છે. એને પગ નથી એની કોઈ ખોટ એણે પડવા દીધી નથી.” ભારતનું આ મધુર દાંપત્ય જોઈને મહારાજની આંખોમાંથી રીતસર આંસુ વહી ગયાં.
મારી વ્હાલી, આજે આપણને એની બિસેન્ટ, જૉન ઑફ આર્ક કે
ફ્લોરેન્સ નાઇટીંગેલનું એટ્રેક્શન થાય છે. પણ હકીકતમાં આપણે અનુપમા, અંજના, સોનલ, મદાલસા, સીતાજી અને મયણા માટે ગૌરવ લેવું જોઈએ. સ્ત્રીત્વનું ઐશ્વર્ય એમનામાં સોળે કળાએ ખીલી ઉઠેલું. wifehoodની તેઓ જીવંત પ્રતિમાઓ હતી.