________________
WIFEHOOD
૨૬૫
એકમેકમાં ભળી જવાની ઘટના. ઉંદર કે વાંદાને જોઈને પણ ચીસ પડી ઉઠતી ગભરુ નારી સળગતી ચિતામાં જવાળાઓની વચ્ચે પૂર્ણ સ્વસ્થતા અને પૂર્ણ પ્રસન્નતા સાથે જીવતે જીવ બળી શકે એમાં અભેદની અસ્મિતા સિવાય બીજું કોઈ જ રહસ્ય નથી. મારી વહાલી, આપણે ત્યાં “મા'નો સ્નેહ સર્વોત્કૃષ્ટ કહેવાય છે. પણ “સતીની આ ઘટના જોનારા કવિઓએ એવા કાવ્યો બનાવ્યા છે કે સમર્પિત પ્રેમ એ ખરેખર અદ્ભુત તત્ત્વ છે. જન્મ આપનારી મા ફક્ત રડી લે છે. ને પત્ની પતિ પાછળ જીવતે જીવ બળી મરે છે.” બેટા, થોડા નીચા નમવામાં જે નારીનો ઘમંડ ઘવાય છે એ નારી original wifehood ને સમજી જ નથી. પોતાનો રસ્તો શોધીને ચાલતી પકડનાર સ્ત્રીને ખબર જ નથી કે એક પત્નીને પોતાનો રસ્તો જ હોતો નથી.