________________
૨૪૯
ART પારિવારિક ભાવના અને આત્મીયતા તો આનાથી પણ આગળ વધીને સહુને પોતાનામાં સમાવી લેવા અને લંગડાતા દેહને પોતાના તરફથી સપોર્ટ આપવાનું શીખવે છે.
જંગલમાં બે વ્યક્તિ છે. એક અંધ છે. બીજો પંગુ (વિકલાંગ) છે. જંગલમાં અચાનક આગ લાગી ગઈ છે ધીમે ધીમે આગ ફેલાઈ રહી છે. પંચું જોઈ શકે છે. પણ ચાલી નથી શકતો. અંધ ચાલી શકે છે. પણ જોઈ નથી શકતો. હવે ? આમ તો એ બંને આગમાં બળીને રાખ થઈ જાત, પણ એમણે એક ટેકનીક કરી. અંધના ખભા પર પંગુ બેસી ગયો. પંગુના ડાયરેક્શન મુજબ અંધ ચાલવા લાગ્યો. બંને સલામત રીતે જંગલમાંથી બહાર નીકળીને શહેરમાં પહોંચી ગયા. આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં આ વાત કહી છે – अंधो य पंगू य वणे समिच्चा ते संपत्ता णयरे पविठ्ठा ॥