________________
૨૪૮
લવ યુ ડોટર એની કોઈને કોઈ Limit હોય છે. કોઈ ને કોઈ બાબતમાં એનું લંગડાપણું હોય છે. એ બાબતમાં એની પાસે પૂર્ણતાની અપેક્ષા રાખવી એ એવી જ નિષ્ફરતા છે. જેવી નિષ્ફરતા એક લંગડી વ્યક્તિ પાસે એ Normal રીતે ચાલે એવી અપેક્ષા રાખવામાં છે. બેટા, આ અપેક્ષા એક જાતની મૂર્ખતા છે. કારણ કે એની પૂર્તિ થવી શક્ય જ નથી. લંગડા માણસ પ્રત્યે જેમ કોઈ પણ માણસને સહાનુભૂતિની લાગણી થાય છે. બરાબર તે જ રીતે કોઈનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, અહંકારવાળો હોય, તીખું-કડવું બોલવાનો હોય કે ઇર્ષ્યા કરવાનો હોય, આ બધું જ એક પ્રકારનું લંગડાપણું છે, જે હકીકતમાં બહારના લંગડાપણા કરતાં પણ વધુ દયાપાત્ર છે. આપણી માણસાઈ આપણને એના પ્રત્યે સહાનુભૂતિની લાગણી રાખવાનું જ શીખવે છે.