________________
૨૪૬
લવ યુ ડોટર એમની પાસે કોઈ સમસ્યા રજુ કરે છે. ગુરુ પ્રેમપૂર્વક એનું સરસ સમાધાન આપે છે. એ માણસ આવેશ સાથે ફરી એ જ સમસ્યા રજુ કરે છે. ગુરુ એ જ હેત સાથે એને વધુ સારી રીતે સમાધાન આપે છે. એ માણસ ફરી ને ફરી એ જ સમસ્યાને દોહરાવે છે. ગુરુ એને પૂર્ણ વાત્સલ્યભાવે સુંદર સમાધાન આપતા જ રહે છે. દોઢ કલાક સુધી આ સંવાદ ચાલ્યો. છેવટે એ માણસ ગયો. એક શિષ્ય ક્યારના ય આ દૃશ્યને જોઈ રહ્યા હતાં. આંખમાં ફરિયાદના ભાવ સાથે એ ગુરુ પાસે આવ્યા. દિલ ખોલીને ગુરુને વાત કરી, “આ માણસને આપે આટલું સરસ સમજાવ્યું, તો ય એ આપનું માથું ખાધા કરે ? આપને આટલા હેરાન કરે ?” ગુરુએ સ્મિત કરીને જવાબ આપ્યો. “એનો સ્વભાવ એવો હતો એમાં એ શું કરે ?” શિષ્ય કહે, “પણ આપની સાથે ય આવો વર્તાવ ?” ગુરુ શિષ્યની સામે જોઈ રહ્યા,