SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તો હું આઠ દિવસ સુધી ખાધા વિના ચલાવી શકું.” માણસમાત્રની આ ભૂખ હોય છે. એને સંતોષતા આવડી જાય તો સંબંધો સોહામણા બન્યા વિના ન રહે. પોતાની ભૂલ ન હોવા છતાં ય સહર્ષ સ્વીકારી લેવી અને બીજાની ભૂલને ય પોતાના નામે ચડાવી દેવી એ સામાન્ય માણસના ગજા બહારની વાત હોય છે. એક મહાન વ્યક્તિ જ આ કામ કરી શકે છે. અને એ વ્યક્તિને પોતાની મહાનતાનું ફળ વહેલા કે મોડા મળે જ છે. કોઈના સ્વભાવની ઠેસ આપણને લાગે ART ત્યારે એને મોટા ઘામાં ફેરવી દેવી એ દુઃખી થવાની કળા છે. અને આવી ઠેસ લાગે ત્યારે પોતાની જાતને Take it easy કહીને સંભાળી લેવી, એ સુખી થવાની કળા છે. આપણી જીદ દુ:ખી થવા માટેની જ હોય, તો એ માટે બીજાને દોષ આપવાનો કોઈ અર્થ જ રહેતો નથી. My dear, એક સરસ ઘટના વાંચી હતી. ઉપાશ્રયમાં ગુરુ બેઠાં છે. કોઈ માણસ આવીને ૨૪૫
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy