________________
૨૧૬
લવ યુ ડોટર
જેની પાસે આ બે નથી તે હકીકતમાં અંધ છે એ ખોટું પગલું ભરે એમાં એનો શો વાંક ?
My dear, Bambooની ઝાડી હોય ને ? એમાં એક વિશેષતા હોય છે. કદાચ કોઈ Bamboo નીચેથી તૂટી જાય, તો પણ એ પડી ન જાય કારણ કે આજુબાજુના Bambooનો એને Support હોય છે. वेणुर्विलूनमूलोऽपि वंशगहने महीं नैति । જીવન એક War છે બેટા, આમાં નવા-જૂનીની કોઈ જ નવાઈ નથી. સારા-નરસા પ્રસંગો, કષ્ટો, તકલીફો આ બધું એક પછી એક આવતું જ રહેવાનું એમ જ સમજીને ચાલવામાં શાણપણ છે. આ સ્થિતિમાં સાથે કોણ? હિંમત આપનાર અને પડખે રહેનાર કોણ ? “અમે છીએ ને ? શું ચિંતા કરો છો ?' આમ કહેનાર કોણ ? પરિસ્થિતિને કારણે જ્યારે આપણે ભાંગી પડ્યા હોઈએ ત્યારે સંયુક્ત પરિવાર આપણને strong support આપે છે. My dear,