________________
FAMILY
૨૧૫
બાળક સાથે એના મમ્મી-પપ્પા આવે છે. મમ્મી ખૂબ ચિંતા કરતી હોય તો પપ્પા એને કહે છે – ડૉક્ટર સાહેબ કહે છે ને, સારું થઈ જશે. બહુ વેવલાવેડા નહીં કરવાના.” પત્નીને ધમકાવીને પતિ ઑફિસે જતો રહે છે. પત્ની અમારું માથું ખાય...
. સાહેબ, મારા દીકરાને શું થયું છે? એને સારું તો થઈ જશે ને ? એનું નિદાન તો બરાબર થયું છે ને..” નથી એની પાસે અનુભવ. નથી એની પાસે અનુભવી. ચિંતામાં ને ચિંતામાં અમારા પર અવિશ્વાસ મૂકીને એ બાળકને લઈને બીજી હૉસ્પિટલમાં લઈ જાય. ચાલુ સારવાર અધૂરી રહે એટલે બાળકને સ્વસ્થ થવામાં વિલંબ થાય.”
આચારાંગ-વૃત્તિમાં લખ્યું છે – एकं हि चक्षुरमलं सहजो विवेकस्तद्वद्भिरेव सह संवसतिद्वितीयम् । एतदद्वयं भुवि न यस्य स तत्त्वतोऽन्धस्तस्यापमार्गचलने ननु कोऽपराधः ? ॥
એક નિર્મળ નેત્ર છે સહજ વિવેક અને બીજું છે વિવેકીની સોબત.