________________
ENGAGEMENT
અને છેલ્લા હજાર વર્ષમાં ન હતાં
એવા ચિત્ર-વિચિત્ર રોગોએ ભરડો લીધો છે,
એનું એક કારણ
આ પ્રાચીન સુવ્યવસ્થિત પરંપરામાં કરેલી
દખલિંગરી પણ છે.
પ્રાચીનનો કોઈ દુરાગ્રહ નથી,
હોવો પણ ન જોઈએ.
પણ આધુનિકતા એ જો એક જોખમી અખતરો જ બની રહેતો હોય.
સુખી અને સ્વસ્થ જીવન માટે
એક અભિશાપ જ બની રહેતો હોય
સપ્તરંગી પડદાં પાછળનું ચિત્ર સાવ કાળું ધબ્બ હોય,
તો શું કરવાનું ?
એક સજ્જન માટે
હથોડા લઈને એને તોડી પાડવા સિવાય
બીજો કોઈ વિકલ્પ જ ન હોઈ શકે.
બેટા,
આંતરજ્ઞાતીય વિવાહ કરવા
એ બીજી જ્ઞાતિની કન્યાની
એક જાતની કતલ કરવા બરાબર છે.
કારણ કે એક બહારની કન્યા
જે જ્ઞાતિમાં પરણી જાય છે,
તે જ્ઞાતિની અંદરની એક કન્યા રઝળી પડે છે.
આંતરજ્ઞાતીય વિવાહ
એ પોતાના ભાવિ સંતાન સાથે કરેલો ઘોર અન્યાય છે.
૨૦૯