________________
૨૦૪
લવ યુ ડોટર
અને જેમનું ગોત્ર જુદું હોય.
(જેથી દૂરના ભાઈ-બહેનના ભૂલથી લગ્ન ન થઈ જાય.)
શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે -
समानकुलसदाचारादिशीलरुपवयोविद्याविभववेषभाषाप्रतिष्ठादिगुणैरेव सार्द्धम् ।
कुलशीलादिवैषम्ये हि मिथोऽवहीलना
कुटुम्बकलहकलङ्काद्यापत्तिः ॥
કુલ સમાન હોય, સદાચાર વગેરે સમાન હોય, સ્વભાવ અને ચારિત્ર સમાન હોય, રૂપ, ઉંમર અને વિદ્યા સમાન હોય, વૈભવ, વેશ અને ભાષા સમાન હોય, અને પ્રતિષ્ઠા વગેરે પણ સમાન હોય, એની જ સાથે લગ્ન કરવા,
જો આ બધાંમાં સમાનતા ન હોય,
તો પરસ્પર અવગણના-અપમાન થાય,
પારિવારિક ઝઘડા થાય
અને આર્થિક બાબતમાં કે જાતીય વગેરે બાબતમાં કલંક પણ લગાડવામાં આવે.
બેટા,
આંતરજ્ઞાતીયથી માંડીને આંતરરાષ્ટ્રીય સુધીના લગ્નોને પ્રોત્સાહન આપતા તત્ત્વોને ખબર નથી
કે તેઓ સુખી અને સ્વસ્થ જીવનનું ધનોતપનોત કાઢી રહ્યા છે.
ઉપરછલ્લીએ ઉમદા અને ઉદાર દેખાતી આ પ્રવૃત્તિનું