________________
૧૯૪
લવ યુ ડોટર
For life time.
એક વાર સંતાનો પરણ્યા એટલે વાત પૂરી. જીવનભરની નિરાંત.
સ્વસ્થ પારિવારિક જીવનના મૂળિયાં સતત ને સતત ઊંડા ઉતરતા જ જાય,
એ વૃક્ષ વધુ ને વધુ ઘટાદાર બનતું જાય,
ને એના પર મધુરા ફળો આવે.
આજનું ચિત્ર ઘણી રીતે જુદું પડે છે. પહેલું તો
પૂરી પુખ્તતા વિના, પૂરતા જ્ઞાન અને અનુભવ વિના થોડી ઘણી મિત્રતા કે કહેવાતા પ્રેમના ક્ષણિક આવેગોમાં, પૈસો કે સ્કીન જોઈને
છોકરા-છોકરીઓ જાતે પસંદગી કરે છે
એ જ ખોટું પગલું ભરાઈ જાય છે. પ્રેમ કરતાં યુવક-યુવતીઓનું પરસ્પર પ્રત્યેનું વર્તન જુદું હોય છે, પણ જ્યારે તેઓ સાથે રહેવા લાગે,
ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે.
બદલાયેલી પરિસ્થિતિ
પસંદગીની આખી ય પ્રક્રિયાને ખોટી ઠેરવી દે છે.
મારી વ્હાલી,
કોઈ આપણને પસંદ કરે
એ માટે આકર્ષક દેખાવાનો પ્રયાસ,
સારા વસ્ત્રો અને મેક-અપનો શો કરવાનો પ્રયાસ
એ બધું મોટું Risk લેવા જેવી વાત છે.
કારણ કે શો એ કદી જીવન નથી હોતું અને જીવન એ કદી શો નથી હોતો.