________________
EARNING
૧૭૭
છેવટે યા કજિયામાં પરિણમે છે. યા ડિપ્રેશનમાં Convert થાય છે. મારી વ્હાલી, એક-બે વર્ષનું બાળક ઘોડિયાઘરમાં આયા દ્વારા માર મારી મારીને પરાણે સૂવાડી દેવાતું હોય, પાંચ વર્ષનું બાળક સતત એકલવાયપણાને અનુભવતું હોય, આઠ વર્ષના બાળકની મા ફ્રીઝ હોય અને બાપ ટી.વી. હોય, દશ વર્ષના બાળકે આજ સુધી કદી પણ પ્રેમ અને હૂંફનો અનુભવ જ ન કર્યો હોય, બાર વર્ષનું બાળક દુનિયા આખીને ધિક્કારવા લાગ્યું હોય, આ સ્થિતિએ અમેરિકા જેવા દેશોમાં ચૌદ વર્ષના હત્યારા અને આતંકવાદીઓ પેદા કર્યા છે. સ્કૂલોમાં ગોળીબારો થવા અને હત્યાકાંડ સર્જાવો એ ત્યાંની એક નિયમિત ઘટના છે. મારી વ્હાલી, ઘોડિયાઘરની આયા કે ઘરના નોકર-નોકરાણી કદી “મા”નું સ્થાન ન લઈ શકે. ‘મા’નો પ્રેમ... વાત્સલ્ય... હૂંફ... આત્મીયતા એ બાળક માટે ઑક્સિજન હોય છે. વિદેશમાં કરોડો બાળપણ આ ઑક્સિજનના અભાવે ગૂંગળાઈને મરી રહ્યા છે.