________________
૧૫૬
લવ યુ ડોટર
આપણી પવિત્રતાને અને આપણા ચારિત્રને
જાળવી રાખવાની શક્તિ
પ્રાર્થના આપે છે.
બને તો સમૂહમાં, નહીં તો એકલા,
પ્રાર્થના is must.
Really must.
(૯) સાત્ત્વિક સમર્પણ :
આપણી જાતને યોગ્ય વ્યક્તિઓના તાબામાં રાખવી
એ સાત્ત્વિક સમર્પણ છે.
એ વ્યક્તિ પિતા કે પતિ હોઈ શકે,
સાસુ કે જેઠાણી પણ હોઈ શકે.
આપણું વ્યક્તિત્વ, આપણો વિનય, આપણી નમ્રતા. આ બધું એવું જ હોય
કે તેઓ આપણને સહજતાથી આપણી ભૂલ કહી શકે અને આપણે એનો આનંદપૂર્વક સ્વીકાર કરીને
સહજ અમલ કરી શકીએ.
ઉપદેશમાલામાં કહ્યું છે इगदिवसम्म बहुआ सुहा असुहा जीवपरिणामा ।
એક વ્યક્તિને એક દિવસમાં
અનેક સારા અને ખરાબ વિચારો આવતાં હોય છે.
સારી વ્યક્તિ દરેક સમયે સારી જ હોય
એવો કોઈ નિયમ નથી.
કઈ વ્યક્તિને કયા સમયે કેવો વિચાર આવે
અને એ વિચારને આધીન થઈને
-