________________
11 SECRETS
સૌંદર્ય કે સંપત્તિની માંગણી એ યાચના છે.
સદ્ગુણો કે સત્કાર્યોની માંગણી એ પ્રાર્થના છે.
રોજ સવાર-સાંજ
કમ સે કમ દશ મિનિટ માટે
સાત્ત્વિક પ્રાર્થના કરવી જોઈએ.
પ્રાર્થના એ સાત્ત્વિક જ હોય છે,
પણ કેટલાંક મુગ્ધ લોકો
પ્રાર્થનાને દુન્યવી માંગણીથી કલુષિત કરી દેતાં હોય છે.
માટે ‘સાત્વિક પ્રાર્થના’ એમ કહ્યું છે.
My dear,
પ્રાર્થના એક દિવ્ય ઊર્જા છે.
એક અપૂર્વ શક્તિ છે.
ઊંડા ધ્યાનમાં ઉતરી ગયેલું મન જેટલું શાંત હોય છે,
એટલું જ
પ્રાર્થના વખતે પણ શાંત હોય છે.
સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, એન્ગર, ગ્રીડ
આ બધાંથી મનનું જળ ડહોળાય છે,
પ્રસાર માધ્યમો એને વધુ કલુષિત કરે છે. જ્યારે પ્રાર્થના
એને સ્વચ્છ અને શાંત કરી દે છે.
પ્રાર્થના
એ શારીરિક, માનસિક અને પારિવારિક આરોગ્યની સંજીવની છે.
સમૂહ પ્રાર્થના અને સમૂહ ભોજન
એ પરિવારને લાંબા સમય સુધી જોડતી સાંકળ છે. બહારના વિકટ સંયોગોમાં પણ
૧૫૫