________________
એક જાતની ઈર્ષ્યા છે.
બીજાના સદ્ગુણ પ્રત્યેની અસહિષ્ણુતા છે.
કોઈની ચડવણીથી આપણે સંપત્તિને છોડી દેતા નથી,
તો સદ્ગુણોને કેમ છોડી દેવા જોઈએ ?
એ તો સંપત્તિ કરતાં પણ લાખોગણા મૂલ્યવાન છે.
ખોટી લજ્જાને આપણા શાસ્ત્રોમાં
11 SECRETS
કુદાક્ષિણ્ય કહ્યું છે.
જેના કારણે સારી વ્યક્તિનું જીવન પણ
ખાના-ખરાબ થઈ જાય છે.
My dear,
When a little voice inside you says No.
Firmly say No.
અ શરમનો વિષય જ નથી
આ તો નિશ્ચલતા અને નિર્ભયતાનો વિષય છે.
આવી બાબતમાં કોઈની પણ શેહ-શરમમાં
તણાવું ન જોઈએ.
એ શેહ-શરમ એ ખોટી લજ્જા છે.
મારી વ્હાલી,
ક્યારેક તે રસ્તા પરથી જતાં હાથીને જોયો હશે, કૂતરાઓ ગમે તેટલું ભસે
હાથી એની રીતે ચાલતો રહેશે,
જાણે કાંઈ બન્યું જ નથી.
हाथी चले बज़ार,
भौ हज़ार ।
કૂતરાને કોઈ જ જાતની દાદ આપવાની એને કોઈ જ જરૂર નથી.
કારણ કે એ કૂતરાં છે ને એ હાથી છે.
૧૫૧