________________
૧૫૦
લવ યુ ડોટર આ એક અક્ષમ્ય અપરાધ છે જેના દંડની જોગવાઈ કુદરતના કાયદામાં છે જ.
(૭) સાત્ત્વિક લજ્જા :
લજ્જા બે પ્રકારની હોય છે. પહેલી – ખોટી લજ્જા. જે લજ્જા તમને મર્યાદાસભર વર્તન કરતાં ને મર્યાદાસભર વેશ પહેરતા શરમાવે એ ખોટી લજ્જા છે. આજે ઘણા સારા ઘરની સારી છોકરીઓને આ લજ્જા સતાવે છે. બધી છોકરીઓ Dressથી લઈને Behaviour સુધીમાં જાત-જાતની છૂટછાટ લેતી હોય અને હું જો બધી બાબતમાં Limitમાં રહીશ તો હું કેવી લાગીશ? બધાં મારી કેવી મજાક ઉડાવશે ? કદાચ મને ચીડવશે. આ બધી ખોટી લજ્જા છે. શું આખું ગામ ચોરોનું હોય. તો એક પ્રામાણિકે શરમાઈને ચોર બની જવું? કે ગૌરવપૂર્વક પોતાની પ્રામાણિકતાને સાચવી રાખવી? બની શકે કે ચોરો એની મજાક ઉડાવે, એને “ભગત’ કહીને એની મશ્કરી કરે, પણ પ્રામાણિક માણસ બરાબર સમજે છે, કે આ એક જાતનો પોતાની ચોરીનો બચાવ છે.