SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ લવ યુ ડોટર ત્યારે એ સમાજને શોધે છે. આજે પણ એવા અઢળક સમાજો છે, જેઓ આરોગ્ય, શૈક્ષણિક, સુરક્ષા, ન્યાય વગેરે ઘણી બધી બાબતોમાં સરકારી કે ખાનગી સંસ્થાઓ કરતાં અનેકગણી સારી સેવાઓ આપે છે, એ પણ નિઃસ્વાર્થભાવે. આ સેવાઓના લોભથી સમાજને અપનાવવો, એવું હું નથી કહેતો, આ તો સમાજના યોગદાનોની વાત છે. મારી વ્હાલી, હકીકતમાં તો સમાજની શરમ માનવને દાનવ થતાં રોકે છે, અને વ્યક્તિગત-સમષ્ટિગત ઘણી બધી હોનારતોથી બચાવી લે છે. આ જ સમાજનું સર્વોત્કૃષ્ટ યોગદાન છે. સમાજના અભાવે પેદા થયેલા દાનવોએ વિદેશમાં કેવો હાહાકાર મચાવ્યો છે ! એ તું જાણીશ તો ખરેખર ચોંકી જઈશ. હકીકતમાં પરિવાર અને સમાજ વિના બે જ વ્યક્તિ સુખેથી જીવી શકે. એક - પાગલ અને બીજો – યોગી. બેટા, એક બાજુ આપણી પાસે
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy