________________
૧૦૮
લવ યુ ડોટર તેઓ તેમને લગ્નનું વચન આપે છે, પછી એમની સાથે સંબંધ કરે છે ને પછી શેરડીના કૂચાની જેમ એને તરછોડી દે છે. છોકરી સામાજિક રીતે બદનામ થઈ જાય છે અને જીવનભરનું દુઃખ એના માથે આવી પડે છે. પેલો છોકરો શ્રીમંત ઘરનો હોય, કે કમાતો હોય, તો એને પોતાની દીકરી પરણાવવા માટે લોકો તૈયાર હોય છે, પણ જે કન્યા વગોવાઈ એને પરણનાર કોઈ જ મળતું નથી. મારી વ્હાલી, આ બાબત જ એટલી ગંભીર છે, કે આમાં એ છોકરો વંઠેલ કે છાકટો નથી, એ સારો છે, એ મર્યાદાશીલ છે, He is just a friend. આવી બધી વાતો બિલકુલ અર્થહીન બની જાય છે. તું અત્યારે એવા Time-Periodમાંથી Pass થઈ રહી છે કે આ સમયે તે કરેલી નાની પણ ભૂલ તને અને મને જીવનભરનું રુદન આપી શકે છે. Will you believe my daughter ? છોકરાની વાત તો દૂરની છે,