________________
૧OO
લવ યુ ડોટર આખું સાસરું આ વાતે એકમત હતું. My dear, કેટલીક સ્ત્રીઓ પોતાના સંસારની કબર પોતાની જીભથી ખોદતી હોય છે. અમેરિકામાં એક શ્રીમંત ઑફ થઈ ગયો. એણે એની મિલકત એની પત્નીને આપી તો ખરી પણ એના માટે wilમાં એક શરત રાખી હતી –
મારી દર વાર્ષિક શ્રદ્ધાંજલિએ એણે શહેરના તમામ વર્તમાનપત્રોમાં જાહેરખબર આપવી કે – “જો મેં મારી જીભ ટૂંકી રાખી હોત, તો મારા પતિ ઘણું લાંબુ જીવ્યા હોત.”
What did she achieve my daughter ? જૂના સમયમાં ચૂલા સળગાવવા માટે ફૂંકણીનો ઉપયોગ થતો હતો. નિરંકુશ વાણી એ એવી ફૂંકણી છે,
જે આખા ઘર-સંસારને સળગાવી દે છે. ટોલ્સ્ટોયની ડાયરીમાં એક પાના પર લખેલું હતું –
એક દિવસ પણ મારી પત્નીએ મને મીઠા શબ્દો કહ્યા હોત, તો એના સ્મરણથી હું જીવનભર આનંદ માણી શક્યો હોત.
છગનને એક દિવસ શાંતિની ખૂબ જ જરૂર હતી, પણ એની પત્ની લેવા-દેવા વગર બસ બોલે જ જતી હતી...