SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ SPEECH મહાભારતમાં લખ્યું છે – रोहते सायकैर्विद्धं वनं परशुना हतम् । वाचा दुरुक्तं बीभत्सं न संरोहति वाक्क्षतम् ॥ કુહાડાઓ અને બાણોથી છિન્ન-ભિન્ન થઈ ગયેલું જંગલ ફરીથી ઉગી શકે છે, પણ કડવા અને તીખા શબ્દોથી જે ઘા પડી જાય છે, તે રુઝાઈ શકતાં નથી, કેટલા વરસો ગયાં એ ભૂંસવામાં! ક્રોધમાં જે શબ્દ બે-ચાર બોલ્યા. My dear, there are eight secrets of a good speech. (૧) મદુt Speak sweet. મીઠી વાણી એ વશીકરણ મંત્ર છે. જેમ આપણને મીઠું વચન સાંભળવું ગમે છે, તેમ બીજાને પણ એ જ સાંભળવું ગમે છે. બધાંને પ્રિય થવાનો આ સરળ ને સચોટ ઉપાય છે – બોલવું તો માત્ર ને માત્ર મધુર. (૨) નિરૂપ Speak smart. જે વિષે પાકી ખબર હોય, એ જ બોલવું. જ્યારે તમારી વાત ખોટી પડે છે, ત્યારે હકીકતમાં તમે પોતે ખોટા પડો છો. એટલું ઝડપથી કે એટલું ધીમેથી ન બોલવું કે સાંભળનારને સમજાય જ નહીં. હસતાં-હસતાં બોલવાથી પણ આપણી વાત બીજાને સમજાતી નથી. (૩) થો Speak slight. ઓછું બોલવું. sweet n smart પણ over થઈ જાય, તો કોઈ પણ કંટાળી જશે. ઓછું બોલે, એનું ગૌરવ અને સન્માન વધે છે, એની વાત બધાં ધ્યાનથી સાંભળે છે. એ વ્યક્તિ ઓછું જાણતી હોય, તો પણ સ્કોલર લાગે છે. બહુ બોલનાર સ્કોલર હોય તો ય ભોટ લાગે છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy