________________
દૈનિક ધર્મ આચરણઃ ઉપયોગી માહિતી વિમાન, હેલિકોપ્ટર, ક્રૂઝ વગેરેમાં મુસાફરી કરી હોય, • અનાર્ય દેશોમાં વેકેશન માટે ગયા હો, • આ પ્રમાણે વિચારીને તમે પોતાની રીતે ઘણી વસ્તુ ઉમેરી શકો. • નોંધઃ પચ્ચખ્ખાણ આપતી વખતે સમજી શકે એવા બાળકોને
અમુક ઉમર સુધી બ્રહ્મચર્ય પાળવાની બાધા આપી શકાય. (૧૧) ક્ષેત્ર અને દ્રવ્ય મર્યાદાની દૈનિક ધારણા
જેન માન્યતા પ્રમાણે, આત્મા પર લાગતા કર્મોના આશ્રવને અટકાવવા માટે બે પ્રકારે ક્ષેત્ર મર્યાદા અને દ્રવ્ય મર્યાદા કરવાની હોય છે. એક જાવજીવ માટે અથવા વાર્ષિક, અર્ધવાર્ષિક વગેરે લાંબા સમય માટે, જે શ્રાવકના છઠ્ઠા અને સાતમા વ્રત પ્રમાણે છે. અને બીજી દસમા વ્રત પ્રમાણે દેનિક ધોરણે હોય છે. જે લાંબા સમયની મર્યાદાની અંદર રહીને આપણે કરવાની હોય છે. દૈનિક પ્રવૃત્તિનું એક વખત આયોજન આપણે કરી લીધું હોય તો બાકીની બધી વસ્તુની ક્રિયા આપણને ન લાગે તે માટે ક્ષેત્ર મર્યાદા કરવી હિતાવહ છે. એવી જ રીતે જે વસ્તુમાં જીવ હિંસા થતી હોય તે માટે પણ સદંતર કે આંશિક ત્યાગ કરવો કે એના વપરાશની મર્યાદા બાંધવી તે સારું છે. આ પ્રમાણે આપણે કર્મોના આશ્રવને મહદ અંશે ઘટાડી શકીએ છીએ. આદર્શ રીતે તો જે મોટું લિસ્ટ છે (સવાસો જેવી વસ્તુઓનું) એ પ્રમાણે ક્ષેત્ર મર્યાદા અને દ્રવ્ય મર્યાદા કરવી ઉત્તમ છે. પણ એટલો સમય ન હોય તો આ ૨૦ જેટલી ટૂંકમાં આપેલી વસ્તુઓ ધારીને આ મર્યાદા તો અવશ્ય કરી લેવી. ૧. દિશા પોતાના રહેઠાણથી ચારે દિશામાં કિ.મિ.......... ૨. મનોરંજન : મનોરંજન અર્થે ટીવી, મોબાઈલ વગેરે સાધનો .........થી વધારે વાપરવાં નહિ. ૩. સિનેમા : પોતાના મનોરંજન અર્થે (સિનેમા હોલ વગેરે), શોપિંગ અર્થે (મૉલ વગેરે), કે શોખ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ વગેરે) જવું નહિ અથવાથી વધુ જગ્યાએ જવું નહિ. ૪. ઈલેક્ટ્રીક : ઈલેક્ટ્રીક વપરાય તેવાં કે કોઈપણ પ્રકારની સૂક્ષ્મ જીવ હિંસા થાય તેવા સાધનો રસોઈ અર્થે કે ઘરવપરાશ અર્થે....... થી વધુ વાપરવા નહિ. (મિક્સર વગેરે).
( ૩૧ )