________________
દૈનિક ધર્મ આચરણ : ઉપયોગી માહિતી
નહીં પણ વિધિથી. • શ્રાવકના ત્રણ મનોરથ ચિંતવવા. મનમાં ઊંડે સુધી ઉતરી જવું જોઈએ કે મારે શક્ય હોય ત્યારે, આ ભવમાં કે આવતા ભવમાં, સંયમ લેવો છે, સંથારો કરવો છે, તો જ મોક્ષમાં પહોંચાશે - વહેલા વહેલા. • કાંઈ પણ ખાધા પછી ત્રેવિહાર કે ચોવિહારલઈ લેવો – કલાક, બે કલાક માટે પણ - રાત્રે સૂતી વખતે તો ખાસ. • ૧૦૮ મણકાની ઓછામાં ઓછી ૧ માળા ફેરવવી. • શક્ય હોય તો રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. • શક્ય હોય તેટલા સામાયિક, પ્રતિક્રમણ કરવા નહીં તો મીની પ્રતિક્રમણ કરી લેવું.
• રાતે સૂતી વખતે રાત્રિ વિધિ જરૂર કરવી. (૧૦) આલોયણામાં જરૂરી વધારાની વિચારણાઃ આપણી લાઈફ
સ્ટાઈલમાં સમય પ્રમાણે છેલ્લા ૫૦-૧૦૦ વર્ષમાં ઘણો ફરક પડી ગયો છે. ઘણા વખત પહેલાં લખાયેલી આલોયણામાં સમય પ્રમાણે થોડા વધારા કરવા જેવાં છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વિશે આપણા આત્માને લાગેલાં પાપની આલોચના આપણે પર્યુષણને દિવસે કરીએ છીએ. નવાણું અતિચારોની વ્યાખ્યામાં આવતા હોય તેવી ક્રિયાનું પાપની યાદીમાં આ પાપ ઉમેરવાઃ • જીવહિંસાઃ પાણીના ધોધ, સ્વિમિંગ પૂલ, નદી, સરોવર, જાકૂઝી વગેરેમાં નાહ્યા હો, • જીવહિંસાઃ શોપિંગ મોલ, રિસોર્ટ, પબ, હુક્કા પાર્લર વગેરેમાં ગયા હો, • જીવહિંસાઃ લીલા ઘાસની લોન પર પાર્ટી કે કોઈ ફંક્શન રાખવું કે કોઈએ રાખ્યું હોય તેમાં હાજરી આપી હોય, • અતિ ભપકાવાળી પાર્ટી, લગ્ન સમારંભો, સંગીત સંધ્યાઓ વગેરે યોજવી કે તેમાં હાજરી આપી હોય, • નોનવેજ પીરસાતું હોય તેવી હોટલો, વગેરેમાં હાજરી આપવી કે તેમાં પોતાના પ્રસંગોનું આયોજન કર્યું હોય,
(૩૦)