________________
દૈનિક ધર્મ આચરણ : ઉપયોગી માહિતી
વેડફી રહ્યા છીએ. આવી રીતે નહાવામાં, વાસણ ધોવામાં વગેરે જ્યાં જ્યાં પાણી વગેરેની બચત થતી હોય તે કરવી.
(૯) દરરોજ આટલું જરૂર કરો: આપ મુંબઈ જેવા શહે૨માં ઘણા વ્યસ્ત હો, દ૨૨ોજ સામાયિક / પ્રતિક્રમણ ૨ વખત ન કરી શકતા હો તો પણ આટલું તો જરૂર કરોઃ
નવકાર મંત્રનું રટણ.
સવારે ઊઠીને નિદ્રા વિધિ.
·
•
પાણી, ઈલેક્ટ્રીક, મોબાઈલ, ટીવી, સચેત્ત વસ્તુઓ જેવીક મીઠું, વિગય (માખણ / ઘી, વગેરે) જેમાં જીવ હિંસા રહેલી છે, એવી કોઈપણ વસ્તુ વાપરતાં પહેલાં બે વાર વિચારો કે આ ક્રિયા જરૂરી છે ? ન કરું તો ચાલે ? કે મારા માટે કે કુટુંબ માટે અતિ જરૂરી છે ? કે એનો વપરાશ ઘટાડી શકાય કે મુલતવી રાખી શકાય ?
નહાવા માટે પાણીનો ઓછામાં ઓછો વપરાશ કરો.
•
•
રોજની ઘારણા : રોજ સવારે બીજા દિવસની સવાર સુધી ક્ષેત્ર મર્યાદા અને દ્રવ્ય મર્યાદાની વીસેક વસ્તુઓની ધારણા કરી પચ્ચખ્ખાણ લેવા. એમાં મોબાઈલ / ઈન્ટરનેટનો વપરાશ, મોબાઈલ પર ગેમ રમવી, વોટ્સએપ પર ચેટ કરવું, શોપિંગ મોલ, રિસોર્ટ વગેરેમાં જવું વગેરે બાબતો આજના સમય પ્રમાણે ઉમેરવી. (નીચે વિગતે સમજાવ્યા પ્રમાણે)
·
આઠમ / પાંખીના દિવસે લીલોતરી, કંદમૂળ, મનોરંજન, બહાર જવું, સિનેમા, શોપિંગ, બ્યૂટી પાર્લસ, સલૂન, લોટ દળવાની ચક્કી વગેરેનો સંપૂર્ણ અથવા શક્ય ત્યાં સુધી ત્યાગ ક૨વો. બ્રહ્મચર્ય પાળવું, વગેરે.
ઘરથી બહાર જતી વખતે ૧૨ વખત નવકારમંત્ર બોલવા.
•
•
લીલા ઘાસ પર ચાલવાનું, કે લીલા ઘાસની લોન ૫૨ કોઈ પાર્ટી કે ફંક્શન રાખવું નહીં કે હાજરી ન આપવી.
નોન-વેજ પીરસાતું હોય તેવી હોટલ વગેરેમાં જવું નહી, સિવાય કે વ્યાવહારીક કા૨ણોસ૨ અત્યંત જરૂરી હોય .
પંચ પરમેષ્ટીને વંદના કરવી, બની શકે તો સવારે, બેઠાં બેઠાં
(૨૯)
·
•
•