________________
દૈનિક ધર્મ આચરણ : ઉપયોગી માહિતી
(૫) નિદ્રા વિધિ: પ્રાતઃકાળે ઉંઘમાંથી ઊઠીને નમસ્કાર મંત્ર બોલીને આ
પ્રમાણે વિધિ કરવી. • ચાર પાઠ સામાયિકના બોલવા. કાઉસ્સગ્નમાં ઈરિયાવહિનો પાઠ, પહેલું શ્રમણ સૂત્ર અને ચાર વખત લોગસ્સ બોલવા પછી નવકારમંત્ર બોલીને કાઉસ્સગ્ગપાળવું. (કાઉસ્સગ્ન પાળીને) લોગસ્સનો પાઠ ૧ વખત બોલવો. ઈરિયાવહીનો કાઉસ્સગ્નઃ જ્યારે જ્યારે તમે એક સ્થળેથી બીજે સ્થળે જાઓ ત્યારે પહોંચ્યા પછી ઈરિયાવહીનો કાઉસ્સગ્ગ જરૂર મનમાં કરી લેવો. “ઠાણેણં મોણેણે ઝાણેણં મનમાં બોલીને ઈરિયાવહીનો પાઠ કરવો પછી, નવકાર મંત્ર બોલીને કાઉસ્સગ્ન
પાળવો. શક્ય હોય તો લોગસ્સ બોલવો. (૭) દિસિ વતઃ દિવસ દરમ્યાન આપણે કોઈ સ્થળે થોડો સમય
રહેવાના હોઈએ ત્યારે ત્યારે આ ધારેલા સમય સુધી દિસિ વ્રતના પચ્ચખ્ખાણ નીચે જણાવ્યા પ્રમાણે લઈ લેવાથી આ ક્ષેત્રની મર્યાદા એટલા સમય માટે બંધાઈ જાય છે. અને એ ક્ષેત્રની બહારની ક્રિયાઓ આપણને લાગતી નથી. દિસિવ્રતના પચ્ચખ્ખાણ લેવાની વિધિઃ..સમય સુધી આ ક્ષેત્રની બહાર જઈને પાંચે આશ્રવ સેવવાના પચ્ચખ્ખાણઃ ન કરેમિ, મણસા, વયસા, કાયસા, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. આટાર / રેતીમાં મૂત્ર (માત્રા) પરઠવું? આપ કચ્છમાં હો અથવા એવી જગ્યાએ જ્યાં કચ્છ જેવી આટાર રેતીના બનેલા રસ્તા હોય તો ત્યાં, બાજુમાં આવતા જતા લોકોને કે પડોશીને તકલીફ ન થાય એમ અને જીવજંતુની જયણા રાખીને, મૂત્ર પરઠવું. (દિવસે અને રાત્રે બંને સમયે). આ આટારમાં એવો ગુણ છે કે એ મૂત્રને તરત ડીકમ્પોઝ કરી નાખે છે. એટલે કે એના ઘટકોને છૂટાં પાડી દે. છે. તેથી દુર્ગધ પણ નથી આવતી. આ કુદરતી દેન આપણને મળી છે તો આપણે ટોઈલેટ ફ્લશમાં શા માટે હજારો ગેલન પાણી
(૨૮)