________________
દૈનિક ધર્મ આચરણ ઉપયોગી માહિતી • પછી ઈરિયાવહીનો કાઉસગ્ગ કરી, કાઉસગ્નમાં જ નવકાર મંત્ર બોલી કાઉસગ્ગ પાળવો. • પછી લોગસ્સ બોલવું. • પછી ત્રણ નામોથુણના પાઠ બોલવા. (બી) બે પ્રતિક્રમણ કરવાના હોય ત્યારે બીજું પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં પણ ક્ષેત્રવિશુદ્ધિ કરવાની હોય છે. (સી) તે જ પ્રમાણે આલોયણા શરૂ કરતાં પહેલાં ક્ષેત્રવિશુદ્ધિની વિધિ કરવાની હોય છે. રાત્રિ વિધિઃ રાતે સૂતાં પહેલાં રાત્રિ વિધિ આ પ્રમાણે કરવી: આજના દિવસ સંબંધી: • ૯૯ અતિચાર સંબંધી અતિક્રમ... • ૨૫ મિથ્યાત્વ સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય. • ૧૮ પાપસ્થાનક સેવ્યા હોય, સેવરાવ્યા હોય. • ૧૪ સંમૂર્છાિમ... • માંગલિક • શ્રાવકના ૩ મનોરથ ચિંતવવા. • દિશિ વ્રત - ઘરની બહાર જવું નહીં વગેરે. • ૮૪ લાખ જીવાયોનિના જીવોને ખમાવવા અને એક કરોડ સાડી સત્તાણું લાખ કુલ ક્રોડીના જીવોને ખમાવવા : સાત લાખ પૃથ્વીકાય.. • ખામેમિ સવ્વ જીવાનો પાઠ બોલાવવો. જો દિવસ ઉગ્યા સુધીના ચઉવિહારના પચ્ચખ્ખાણ ન લીધા હોય (પ્રતિક્રમણ ન કર્યું હોય) તો રાતે સૂતી વખતે ઓછામાં ઓછા ચઉવિહાર નહીં તો તિવિહારના પચ્ચખ્ખાણ લેવા. એમ તો દિવસ દરમ્યાન પણ જ્યારે કંઈ ખાવું પીવું ન હોય ત્યારે કલાક કે એથી વધુ સમયના ચઉવિહાર કે તિવિહાર પચ્ચખ્ખાણ લઈ લેવા. નોંધઃ આહાર શરીર ને ઉપધિ, પચખું પાપ અઢાર;
મરણ આવે તો વોસિરે, જીવું તો આગાર. • આ પ્રમાણે સાગારી સંથારો રોજ રાત્રિ વિધિ સાથે ન બોલાય કેમકે સાગારી સંથારો રોજ લેવાની વસ્તુ નથી.
(૨૭)