________________
(A).
:ઃ પ્રતિક્રમણ વિશે ધ્યાન યોગ્ય બાબતો ? ભૂલો થવાની શક્યતા ક્યાં છે?: જ્યારે કોઈ શ્રાવક નવા નવા પ્રતિક્રમણ બોલાવે ત્યારે શરૂઆતમાં ભૂલો થવાની ઘણી શક્યતાઓ છે પણ અનુભવી વ્યક્તિને પણ જો થોડી ક્ષણો માટે વિચારે ચડી જાય તો પ્રતિક્રમણની ગાડી પાટા પરથી ઊતરી જાય છે. જ્યાં જ્યાં એક પાઠ પછી બીજો ક્યો પાઠ આવે તે પ્રશ્નના ઉત્તરમાં બે-ત્રણ જવાબો આવે ત્યારે આવી શક્યતા વધી જાય છે. દા. ત. કરેમિ ભંતે સામાઈયમ્'ના પાઠ પછી, ત્રણ પાઠ આવી શકેઃ (૧) ઇચ્છામિ ઠામિ', ૧ લા આવશ્યકમાં. (૨) માંગલિક ૪થા આવશ્યકમાં. (૩) સામાયિક બાંધતી વખતે, ‘દ્રવ્ય થકી કરેમિ ભંતે સામાઈગ્યું સાવજ્જ જોગં પચ્ચખામિ..'ના પાઠ પછી ૩ નમુશ્મણે
બોલાવવાના હોય છે. (B) એવી જ રીતે “ઈચ્છામિ ઠામિ' પાઠ પછી, ૩ ઓપ્શન છે. (૧) પહેલા |
પાંચમા આવશ્યકમાંઃ તસ્સ ઉત્તરી (૨) ૪થા આવશ્યકમાં, માંગલિક પહેલાં, ઇચ્છામિ ઠામિ પાઠ પછી નમો અરિહંતાણં નમસ્કાર મંત્ર આવે છે (૩) અને માંગલિક પછી, “ઈચ્છામિ ઠામિ' પાઠ પછી ઈરિયા
વહીનો પાઠ આવે છે. (c) એવી જ રીતે જ્ઞાનના ૧૪ અતિચાર બોલાવ્યા પછી, ૨ ઓપ્શન છેઃ
(૧) ૪થા આવશ્યકની શરૂઆતમાં જ્ઞાનના ૧૪ અતિચાર પછી દર્શન-સમક્તિનો પાઠ આવે છે. (૨) ૪થા શ્રમણ સૂત્રના અંતે, જ્ઞાનના ૧૪ અતિચાર પછી એમ ૧ બોલથી માંડીને ૩૩ બોલ સુધી...” આ શબ્દો આવે છે. પાંચમાં ખામણામાં ભાવ સચ્ચે, કરણ સચ્ચે, જોગ સચ્ચે શબ્દો પછી ક્ષમાવંત, વૈરાગ્યવંત” શબ્દો આવે છે, જ્યારે ૬ઠ્ઠી આવશ્યકના છેલ્લા ભાગમાં ‘ભાવ સચ્ચે, કરણ સચ્ચે, જોગ સચ્ચે” શબ્દો પછી
સાચાની સદણા શબ્દો આવે છે. (E) ૪થા ખામણામાં “ડગતાને સ્થિર કરે,...પમાડનાર' શબ્દો પછી,
‘સંસારથી ઉપરાંઠા...’ શબ્દો આવે જ્યારે ૬ઠ્ઠા ખામણાના ૧૮મા બોલે “ડગતાને સ્થિર કરે, નવાને ધર્મ પમાડે” શબ્દો પછી “ ૧૯મે
બોલેઃ સર્વ પ્રાણી....” શબ્દો આવે છે. (F) “ઈરિયા વહી'ના પાઠ પછી સામાયિકમાં ૨, પ્રતિક્રમણમાં ૧ અને
નિદ્રા વિધિમાં ૧ ઓશન આવે છે. (૧) સામાયિકમાં: (નિદ્રાવિધિ, રાત્રિવિધિ, વગેરેમાં પણ) જ્યાં સામાયિકના ૧થી ૪ પાઠ સાથે
(૨૨)