________________
૧.
(A)
:: પ્રતિક્રમણ વિશે ધ્યાન યોગ્ય બાબતો ::
પ્રતિક્રમણ યાદ રાખવાની ટીપ:
દાખલા તરીકે બીજા ખામણાંમાં તીર્થંકર ભગવાનના નામ યાદ રાખો ત્યારે બારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી યાદ રાખો. ભગવાનના ૨૪ નામ છે એના અડધા એટલે કે ૧૨, આ એક પડાવ તરીકે યાદ રાખીએ. એવી રીતે ૬ઠ્ઠા શ્રી પદ્મપ્રભુ સ્વામી અને ૧૮મા શ્રી અરનાથ સ્વામી એમ યાદ રાખો.
(B) સોળમાં શ્રી શાંતિનાથ (બન્નેમાં સ, શ છે) સ્વામી એમ યાદ રાખો, આમ કરવાથી નામ આધા પાછા થાય તો તરત ધ્યાનમાં આવી જાય.
(C) એવી રીતે છઠ્ઠા ખામણામાં ૧૩મે બોલે ૧૪ પ્રકારનું નિર્દોષ દાન એમ યાદ રાખવું. ૧૪ મે બોલે ૩ મનોરથ યાદ રાખો, ૧૫ મેં બોલે ૪ તીર્થ (એકી-બેકી) એમ યાદ રાખો, સોળમે મે બોલે સૂત્ર સિદ્ધાંત સાંભળવાના રસિયા છે. (બન્નેમાં સ) યાદ રાખો.
આ શતાવધાનીની યુક્તિ છે. યાદ રાખવા માટે કોઈ વસ્તુને કોઈ વસ્તુ સાથે જોડી દેવાથી યાદ રહી જાય છે. એવી રીતે કોઈ વસ્તુની લાક્ષણિકતા શોધીને યાદ રાખો.
(D) છઠ્ઠા જ ખામણામાં,પાંચમાં બોલમાં, આપણે સૂત્રના અર્થ પાંચ રીતે સમજીએ છીએ એમ કહેવામાં આવ્યું છે. બંને પાંચ : લઠ્ઠા, ગહિયા, પૂચ્છિયઠ્ઠા, અભિ-ગહિયઠ્ઠા અને વિણિછિયઠ્ઠા. બે શબ્દોમાં ‘છિયઠ્ઠા’ છે અને બે માં ‘ગહિયઠ્ઠા’ છે.
(E)
ત્રીજા અણુવ્રતમાં અતિચાર શરૂ થાય છે તેનાહડે..બંન્નેમાં ત. (F) બીજા (સેકન્ડ) વ્રતમાં ‘સહસ્સા ભખ્ખણે’ (બન્ને સ) શબ્દો છે. (G) ત્રીજા ખામણામાં યાદ રાખો કે આચાર્યોની સંપદા ૮ છે અને એમના શરીરના ઉચ્ચ ગુણો ૧૦ છે. ૧૦ વત્તા ૮ એટલે ૧૮... આ પ્રમાણે તમે પણ ઘણી જોડીઓ વગેરે બનાવીને તમારું લિસ્ટ ઉમેરી શકો છો. આપણે આગળ જોયું તેમ ચોથા શ્રમણસૂત્રના અંત ભાગમાં આવતી આશાતનાઓમાં જોડી બનાવીને યાદ રાખવાથી સરળતા રહે છે. જે બાળકો શતાવધાનીની યાદશક્તિ વધારવા માટેની શિબિરોમાં ભાગ લે છે અને જે બાળકો વૈદિક ગણિત અથવા એબાકસ ગણિતના ક્લાસ ભરે છે એમને પ્રતિક્રમણ યાદ રાખવું અતિ સરળ બને છે. તથા તેઓ શાળા/કોલેજના અભ્યાસમાં પણ ઘણી સારી રીતે ઉત્તીર્ણ થશે.
( ૨૧ )